GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

મુળી તાલુકાનાં ધોળીયા ગામે દેશીદારૂનું ધુમ વેચાણ, ગ્રામજનોએ પોલીસને કરી હતી અનેક રજૂઆત

મુળી પોલીસને અનેક વખત ફોન દ્વારા જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરતા નથી

તા.02/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મુળી પોલીસને અનેક વખત ફોન દ્વારા જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરતા નથી

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ધોળીયાના સજુબેન વિરજીભાઈ બાંટીયા અને તેનો પુત્ર લાલજી વિરજીભાઈ બાંટીયા દ્વારા દેશી દારૂનું ધુમ વેચાણ બેરોકટોક ચાલુ હોવાનો વિડીયો થયો વાયરલ મુળી પોલીસ મથક અને તેના વહીવટદારનો નંબર સહિત ગ્રામ લોકોએ વીડિયોમાં વાયરલ કર્યું છે અને રાત્રિના સમયે મુળી પોલીસ મથકને ઘેરાવ કરી અને છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂના હાટડાઓ ધમધમી રહ્યા છે અને જાહેરમાં વેચાણ થઈ રહ્યું છે જેના કારણે બાળકોમાં પણ અવળી અસર ઉત્પન્ન થાય તેવા દ્રશ્યો વિડીયો વાયરલ કરવામાં જોવા મળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં દેશી દારૂ ના આંકડાઓ બંધ કરાવવા માટેની ઉગ્ર વિરોધ સાથે માંગણી પણ કરવામાં આવી છે ત્યારે અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં પણ દેશી દારૂના હાટડા બંધ કરવામાં નથી આવતા તેના પાછળનું કારણ શું તે લોકોમાં સમજાતું નથી અને નશા ખોરો પોતાની પત્નીને પણ દારૂની કોથળી લેવા મોકલતા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે પોલીસ તંત્ર સામે મોટો પડકાર ગ્રામજનોએ ફેંક્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે શું દેશી દારૂના હાટડા બંધ થશે ખરા કે ગ્રામ જનોને જાતે બંધ કરાવવાની ફરજ પડશે જેવું પણ પોલીસ મિત્રોને વિડીયો વાયરલ કરી અને જણાવવામાં આવ્યું છેમૂળી તાલુકાના ધોળીયા ગામમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વીડિયો ગ્રામજનો દ્વારા જ બનાવવામાં આવ્યો હતો જેમાં તેઓ દારૂના વેચાણ પર રોષ ઠાલવી રહ્યા હતા ગ્રામજનોએ પોલીસ પર અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થવાનો આક્ષેપ કર્યો હતો આ વાયરલ વીડિયોમાં સજુબેન બાટીયા અને લાલજી બાટીયા નામના ગ્રામજનોએ જણાવ્યું છે કે ગામમાં દેશી દારૂની રેલમછેલ ખુલ્લેઆમ ચાલી રહી છે આ દારૂના કારણે ગામમાં રોજ ઝઘડાઓ થાય છે અને અનેક પરિવારોના ઘર કંકાસ અને આર્થિક મુશ્કેલીમાં હોમાઈ રહ્યા છે ગ્રામજનોનો આક્રોશ એ વાત પર હતો કે દારૂ પીને આવતા લોકોને પકડીને માર મારવામાં આવતો હોય છે પરંતુ જે લોકો દારૂ વેચી રહ્યા છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ગ્રામજનોએ દાવો કર્યો હતો કે તેમણે આ બાબતે પોલીસને અનેકવાર રજૂઆત કરી હતી પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી ગ્રામજનોએ વિનંતી કરી હતી કે ગામમાંથી દારૂનો આ વેપલો તાત્કાલિક બંધ કરાવવામાં આવે જેથી તેમના પરિવારો બરબાદ થતા અટકી શકે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ તંત્રની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉભા થયા હતા.

Back to top button
error: Content is protected !!