KALOL(Panchamahal)PANCHMAHAL

હિન્દુ વેપારીભાઈઓ અને મુસ્લિમ સમાજના લોકોએ બજારો સજ્જડ બંધ રાખી હિન્દુ મુસ્લિમ એકતા સાથે રાષ્ટ્રવાદ નો સંદેશ આપ્યો.

 

તારીખ ૦૨/૦૫/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ગત મંગળવારે જમ્મુ કાશ્મીરના પહેલગામ માં પાકિસ્તાન તરફી આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધુધ ગોળીબાર કરીને ૨૭ નિર્દોષ વ્યકિતઓને શહિદ કરી દીધા તે આંતકવાદ ના વિરોધમાં કાલોલ નગરના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શુક્રવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને કાલોલ મુસ્લિમ સમાજે પણ બંધના એલાનને સમર્થન આપ્યું હતું જેમાં હિન્દુ વેપારીભાઈ ઓ સાથે સ્વયંભૂ કસ્બા વિસ્તાર સહિત અન્ય વિસ્તારોનાં મુસ્લિમ સમાજના વેપારી ભાઇઓ એ પણ કાશ્મીરની આતંકી ઘટના વિરુદ્ધ ધંધા રોજગાર બંધ રાખી આતંકવાદ વિરોધી રોષ ભભુકી ઉઠતા સમગ્ર કાલોલ સજ્જડ બંધ રહ્યું હતું જેમાં આતંકવાદીઓને કડક સંદેશા સાથે હિન્દુ મુસ્લિમ એકતા અને રાષ્ટ્રવાદ નો સંદેશ આપ્યો હતો જ્યાં શુક્રવાર સવારના સમયે હિન્દુ સમાજ દ્વારા મહાલક્ષ્મી ચોક ખાતે શહિદોની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટીસંખ્યામાં હિન્દુ ભાઇઓ ઉપસ્થિત રહી શહિદોને શ્રદ્ધા સુમન અર્પણ કરી દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી હતી બીજી બાજુ શુક્રવાર બપોરના બે વાગ્યા સુમારે જુમ્મા મસ્જિદ અને રબ્બાની મસ્જીદ ખાતે કાલોલ મસ્જીદ અને મદ્રસાના તમામ આલીમે દીન સાથે હજારોની સંખ્યામાં ઉપસ્થિત મુસ્લીમ બિરાદરોએ હાથમાં કાળી પટ્ટી અને બેનરો સાથે શહિદ થયેલાઓ માટે ખીરાજે અકિદત પેશ કરી આંતકવાદ જળમુળમાંથી નેસ્તનાબૂદ થાય સાથે શહિદ થયેલાઓ માટે બે મિનિટનું મૌન પાળીને દુઆ એ ખેર કરવામાં આવી હતી.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: false; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 41;

 

Back to top button
error: Content is protected !!