વઢવાણ તાલુકાના રામપરા ગામે વિકાસ રથને હરખભેર વધાવતાં ગ્રામજનો
તા.13/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ ૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામ બાદ રામપરા ખાતે વિકાસ રથ પહોંચ્યો હતો જેને ગ્રામજનોએ હરખભેર વધાવ્યો હતો રથના માધ્યમથી ગામના નાગરિકોને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવા માટે શોર્ટ ફિલ્મ્સ રજૂ કરવામાં આવી હતી જેનાથી ગ્રામજનોમાં જનજાગૃતિ ફેલાઈ હતી આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના ૨૨ જેટલા લાભાર્થીઓને લાભો વિતરિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમમાં રામપરા સરપંચ દિનેશભાઈ ચાવડા, અગ્રણી નારૂભા રાઠોડ સહિતના પદાધિકારીઓ, વઢવાણ મામલતદાર બી.એમ.ત્રમટા, વઢવાણ તાલુકા વિકાસ અધિકારી જી.ડી.શિરોયા, રામપરા મેડિકલ ઓફિસર મૌલીકભાઈ મીઠાપરા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.