Rajkot: વિકાસ સપ્તાહ નિમિત્તે પોષણ, મીલેટ્સ જાગૃતિ અને આધાર કાર્ડની કામગીરીનો લાભ લેતા ગ્રામજનો
તા.15/10/2025
વાત્સલયમ્ સમાચાર
આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ‘પોષણ સંગમ’ કાર્યક્રમ હેઠળ ૬૦૫ ગામના સુપોષિત ૧૧૭૪ બાળકોને ગિફ્ટ આપી સન્માન કરાયું
રાજકોટ જિલ્લામાં રાજકોટ, લોધિકા, ગોંડલ, જામકંડોરણા, ઉપલેટા, ધોરાજી, જેતપુર, ગોંડલ, કોટડા સાંગાણી, જસદણ તેમજ વિછીયા તાલુકામાં વિકાસ રથથી લાભાન્વિત થતા ૨૭ ગામ
Rajkot: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૪ વર્ષ નિમિત્તે આયોજિત વિકાસ પર્વ -૨૦૨૫ એ રાજ્યભરમાં લોકોને નાની મોટી વિકાસની ભેટ સોગાદ આપી સાચા અર્થમાં વિકસિત ભારતની અનુભૂતિ કરાવી છે.
તા. ૭ ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબર દરમ્યાન રાજકોટ જિલ્લામાં રાજકોટ તાલુકા ઉપરાંત લોધિકા, ગોંડલ, જામકંડોરણા, ઉપલેટા, ધોરાજી, જેતપુર, ગોંડલ, કોટડા સાંગાણી, જસદણ તેમજ વિંછીયા તાલુકાના ૨૭ ગામોમાં વિકાસ રથ વિવિધ જગ્યાએ ફરી લોકોને યોજનાકીય માહિતી અને લાભો અપાવી રહ્યા છે.
આઈ.સી.ડી.એસ. વિભાગ, રાજકોટ દ્વારા જિલ્લામાં આ દિવસો દરમ્યાન ૨૭ ગામોમાં આધાર કાર્ડ કાઢી આપવા કે અપડેટ કરવા માટે સ્થળ પર વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
વિશેષમાં વિભાગ દ્વારા ૬૦૫ ગામમાં આયોજિત પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત સુપોષિત થયેલા ૧૧૭૪ બાળકોને ગિફ્ટ અને વાલીઓનું સન્માન કરાયું હતું. સાથોસાથ દરેક ગામમાં આયોજિત કાર્યક્રમમાં મુકવામાં આવેલા સ્ટોલમાં મીલેટ્સની ઉપયોગીતા અર્થે વાનગી નિદર્શન તેમજ માતા અને બાળ માટે પોષણલક્ષી જનજગૃતિલક્ષી માહિતી પુરી પાડવામાં આવી હતી.