GUJARATKUTCHMANDAVI

મનોકામના પૂર્ણ કરતી માં આશાપુરા – માતાનામઢ જતાં પદયાત્રી માટે માં આશાપુરા પદયાત્રી (સ્વદેશી) કેમ્પ માં સેવા ની સરવાણી સાંસદ વિનોદભાઈ ચાવડા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, તા-૧૮ સપ્ટેમ્બર : દેશ દેવીને ગુજતાં લાખો શ્રધ્ધાળું ભક્તો માટે કચ્છમાં ૨૦૦ થી વધુ સેવા કેમ્પો અને અસંખ્ય લોકો – વાહનો દ્વારા પદયાત્રીઓને સવલતો – ઠંડા પાણી, ઠંડા પીણા, મેડિકલ સુવિધાઓ આપી તેમની યાત્રા વૈના વિઘ્ન સફળ થાય તેવી શુભકામના અને પ્રોત્સાહન પૂરું પડે છે તેમ જણાવતાં સાંસદ ઘેનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મે ઘણાં સેવા કેમ્પો ની મુલાકાત લઈ તેમની સેવા નાવના જોઈ છે, મારી સંસ્થા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા મિરઝાપર પાસે માં માશાપુરા પદયાત્રી (સ્વદેશી) પદયાત્રી સેવા કેમ્પ શરૂ કરેલ છે.નર્વશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઇ ન રચંદ, અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી, પારૂલબેન કારા, વીજુબેન રબારી, દેવરાજ ગઢવી, રાહુલભાઈ ગોર, વિકાસભાઇ -રાજગોર, અશોકભાઈ હાથી, અરવિંદભાઈ લેઉવા, હિતેશભાઈ ખંડોલ, દિનેશભાઈ ઠક્કર, પ્રકાશ મહેશ્વરી, મોહનભાઈ ચાવડા, મનીષભાઈ બારોટ, પ્રકાસભાઈ પટેલ, વિરમભાઇ આહીર, નિલેસભાઈ દાફડા, અન્ય શુભેચ્છકો -સ્વયંભુ કાર્યકરો સેવામાં જોડાયેલા છે, તેમ સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું.કેમ્પ ની વિશેષતા માન. વડાપ્રધાનશ્રી ની કચ્છ પ્રત્યેની સંવેદના અને તેમના કચ્છ પ્રવાસની ઝલક તેમજ પ્રતિકૃતિ સાથે સેલ્ફી પોઈન્ટ, મિલેટ્સ (બાફેલું કઠોળ), સ્વાદિષ્ટ નાસ્તો, એનર્જી સોફ્ટ ડ્રિક સાથે સાથે આરામ માટેની સુવિધા સભર કેમ્પ હોવાથી વધુને વધુ યાત્રાળુઓ તેનો લાભ લે તેવી સાંસદશ્રીએ લોક અપીલ કરી છે.

 

Back to top button
error: Content is protected !!