GUJARATHALOLPANCHMAHAL
હાલોલ:શ્રાવણ માસના બીજા સોમવારે નગરના શિવાલયોમાં શિવભક્તો દર્શનાર્થે ઉમટ્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૨.૮.૨૦૨૪
હાલોલ નગરમાં આજે શ્રાવણ માસના બીજા સોમવારે શિવનભક્તો શિવાલયોમાં દર્શનાર્થે ઉમટ્યા હતા શ્રાવણ માસ શરૂ થયો ત્યારથી જ શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.હાલોલ નગરમાં આવેલ તમામ શિવાલય મંદિરો ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવ ભક્તો શિવજીના દર્શન કરવા ઉમટ્યા હતા અને મંદિર પરીસરો હર હર મહાદેવ અને ઓમ નમ શિવાય ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા ભગવાન શિવજીની આરાધના માટે શ્રેષ્ઠ ગણાતા શ્રાવણ માસનો આજે બીજા સોમાવરે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તો ઉમટ્યા હતા.જેને લઇ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી હતી અને લાંબી કટારો પણ જોવા મળી હતી.જ્યારે મંદિરોને ફૂલોના શણગારથી સજાવવામાં પણ આવ્યા છે. જ્યારે શિવભક્તો શિવલિંગ પર દૂધ બીલીપત્ર અર્પણ કરી ભક્તોએ શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી .










