નવસારી જિલ્લાના ગણદેવાના વિશાલ પંચાલ ને અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડથી સન્માનિત કરાયાં

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિ કામ સાથે સંકળાયેલા સેવારત ઉપાસકોનું નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું :
નવસારીઃ ગાંધીનગર ખાતે રાજયના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અતુલ્ય વારસો સંસ્થા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિના કામ સાથે સંકળાયેલા અને સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત ઉપાસકોનુ ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ’થી સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં નવસારી જિલ્લાના વિશાલ કિશોરભાઈ પંચાલ ને કલા સંવર્ધન હેઠળ ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ ૨૦૨૫’ થી સન્માનિત કરાયા હતાં. નવસારી જિલ્લાના ગણદેવા ગામના રહેવાસી શ્રી વિશાલ કિશોરભાઈ પંચાલ આર્ટિસ્ટ છે. પિતા સ્વ.કિશોરભાઈ પંચાલ, માતા ગંગા સ્વ.નીલાબેન પંચાલ, મોટા બહેન શ્રીમતી, ઉર્વીબેન પંચાલ કોમર્સના શિક્ષક તેમજ ખ્યાતનામ કવયિત્રી છે.
વિશાલભાઈ લેન્ડસ્કેપ, રંગોળી, પેઈન્ટીન્ગ, પીપળાના પાન પર પેઇન્ટિંગ, સોપારીમાં ગણપતિની મૂર્તિની કોતરણી, કાષ્ઠકલા તેમજ વિવિધ કલાઓમાં કુશળ છે.તેઓ નોકરી સાથે પોતાની આર્ટ ગેલેરી પણ ચલાવે છે.



