વિજાપુર પિલવાઇ ગામે ઈન્દિરા નગર મા રહેણાંક મકાન મા આગ લાગતાં ફાયર વિભાગે આગ ઉપર કાબુ એક લાખ નુ નુકશાન

વિજાપુર પિલવાઇ ગામે ઈન્દિરા નગર મા રહેણાંક મકાન મા આગ લાગતાં ફાયર વિભાગે આગ ઉપર કાબુ એક લાખ નુ નુકશાન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા ના પિલવાઈ ગામે આવેલ ઈન્દીરા નગર મા રહેતા બાબુભાઈ રામજી ભાઈ ચોહાણ ના ધરે કોઈ કારણો સર આગ આસપાસ ના રહીશો ભારે ભાગ દોડ મચી જવા પામી હતી.બનાવ ને પગલે ફાયર વિભાગ વિજાપુર નગર પાલિકા ને તાત્કાલિક જાણ કરતા ફાયર અધિકારી ભાવેન્દ્ર સિંહ સહિત ફાયર ટીમ સ્થળ ઉપર પોહચી હતી. આગ ઓલવવા ની કાર્યવાહી હાથ ધરવા મા આવી હતી. જોકે આગ વધુ પકડાય તે પહેલાં આગ ઉપર ફાયર બ્રિગેડની ટીમે કાબૂ મેળવ્યું હતું ઘર માં તિજોરી તેમજ ફર્નિચર કપડાં સહિત માલ સામાન બળી જતા અંદાજે કુલ એક લાખ વધુ નુકશાન થવા પામ્યું હતુ.જોકે ઘર મા રહેતા લોકો ને કોઈ જાન હાની થઈ નથી. આ અંગે મળતી માહિતી મુજબ પિલવાઇ ઈન્દિરા નગર મા રહેતા બાબુ ભાઈ રામજી ભાઈ ના મકાન આગ લાગી હોવાનું વાયુ વેગે વાત પ્રસરતા લોકોના ટોળા ઉભા થયા હતા. સ્થળ ઉપર હાજર લોકોએ આગ ઓલવવા નો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ ફાયર બ્રિગેડ પાલીકા ના ભાવેન્દ્ર સિંહ ને કોલ મળતા તેઓ પોતાની ટીમ સાથે સ્થળ ઉપર પોહચી આગ ઓલવવા ની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ઘર મા તિજોરી તેમજ ફર્નિચર સામાન બળી જતા એક લાખ થી વધુ નુકશાન થવા પામ્યો હતો. સમય સૂચકતા ના કારણે કોઈ જાનહાની થઇ નથી પરંતુ ઘરમા મૂકેલો સર સામાન બળી જવા પામ્યો હતો. જોકે ફાયર બ્રિગેડ તાત્કાલિક પોહચી કાર્યવાહી કરવા ના કારણે વધુ નુકશાન થતા બચી જવા પામ્યું હતુ. જોકે હાલમાં આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ છે પછી અન્ય કોઈ કારણે આગ લાગી છે. જેની તપાસ હાથ ધરવા મા આવી છે.



