સુરેન્દ્રનગરમાં ડેમ સેફટી રીવ્યુ પેનલ, ગાંધીનગરની ટીમ દ્વારા નાની મોલડી ગામે આવેલ નાની સિંચાઈ યોજનાની મુલાકાત
ડેમને નવપલ્લવીત કરવા માટેના પ્રયાસનાં ભાગરૂપે ૧૨૨ વર્ષથી પણ વધુ જૂની આ યોજનાના ડેમના પાળા અને ઓગાનનું ઈન્સ્પેકશન કરાયું.
તા.01/12/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ડેમને નવપલ્લવીત કરવા માટેના પ્રયાસનાં ભાગરૂપે ૧૨૨ વર્ષથી પણ વધુ જૂની આ યોજનાના ડેમના પાળા અને ઓગાનનું ઈન્સ્પેકશન કરાયું.
સુરેન્દ્રનગર જિલ્લાના નાની મોલડી ગામે આવેલ પંચાયત સિંચાઇ વિભાગ હસ્તકની નાની સિંચાઇ યોજનાની ડેમ સેફટી રીવ્યુ પેનલ, ગાંધીનગર (DSRP) દ્વારા વિઝીટ કરવામાં આવી હતી આ વિઝીટ દરમિયાન ડેમ સેફટી રીવ્યુ પેનલ ચેરમેન, એ. એમ. બર્વે, મેમ્બર બી. કે. ભીંડે, અને આઇ. એમ. મકવાણાની ટીમ દ્વારા ડેમના પાળા અને ઓગાનનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે, નાની મોલડી સિંચાઈ યોજના વર્ષઃ૧૯૦૨માં રાજાશાહી વખતની ૧૨૨ વર્ષથી પણ વધુ જૂની છે આજુ બાજુના નાની મોલડી તથા મોટી મોલડી ગામોના ૬૭૦ એકર થી વધારે વાવેતર વિસ્તારમાં સિંચાઈ સુવિધા પુરી પાડતી યોજના હોય, ડેમને નવપલ્લવીત કરવા માટેના પ્રયાસનાં ભાગરૂપે ડી.આર.પટેલ કાર્યપાલક ઇજનેર, પંચાયત સિંચાઇ વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા દરેક પરીબળોની ચર્ચા કરી સિંચાઇ યોજનાની વિઝીટ પૂર્ણ કરવામાં આવી હતી આ તકે નાથાભાઇ સંઘાણી, જિલ્લા પંચાયત સદસ્ય અને શિક્ષણ સમિતિ ચેરમેન તથા કૈલાસબેન ખવડ સરપંચ નાની મોલડી તથા ગંગાબેન ડાભી સરપંચ, મોટીમોલડી સહીત ગ્રામજનો અને આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.