વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વોરા સમાજ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 75માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેરના વોરા સમાજ દ્વારા વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો હતો વોરા સમાજની સામાજિક જગ્યા ખાતે આયોજીત આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડો.નવનાથ ગવ્હાણે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનરએ સ્વયં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનરએ ઉપસ્થિત સૌને સ્વચ્છતા જાળવવા અને “સ્વચ્છતા હી સેવા” અભિયાનનો હિસ્સો બનવા માટે પ્રેરણાત્મક અપીલ કરી હતી વધુમાં દેશભરમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પણ આ અભિયાન અંતર્ગત દરરોજ અલગ અલગ થીમ પર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું આ ઉપરાંત “એક પેડ, મા કે નામ” અભિયાન અંતર્ગત આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં વોરા સમાજના સભ્યો અને ધર્મગુરુઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પહેલ દ્વારા સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ શહેરના નિર્માણ માટે સમુદાયની સહભાગિતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.