GUJARATRAJKOTUPLETA

ઉપલેટા તાલુકામાં વિવિધ ગામોની આંગણવાડીઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયા

ચુનાવ પાઠશાલા અન્વયે નિબંઘ સ્પર્ઘા તેમજ વકતૃત્વ સ્પર્ઘાનું આયોજન

19 એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

– લોકશાહીના મહાપર્વમાં જનજનની ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા વ્યાપક મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. લોકો મતદાન કરી તેઓની ફરજ અદા કરે તે માટે કલેકટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં સ્વીપના નોડલ અધિકારીશ્રી જીજ્ઞાશાબેન ગઢવી અને તેમની ટીમ દ્વારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં મતદાતાઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત ઉપલેટા તાલુકામાં ભાંખ, કોલકી, વચલા કલારીયા, સેવંત્રા, નવા કલારીયા, જામ ટીંબડી, મેરવદર , તણસવા, ચરેલીયા, ડુમીયાણી વગેરે ગામોની આંગણવાડી કેન્દ્ર ૨૪, ૮૫, ૭૩, ૨૫, ૭૪, ૭૮, ૧૪૦, ૧૩૯, ૧૪૧, ૧, ૧૪૮, ૮૨ માં પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતાં.

ઉપલેટા તાલુકાના વડેખણ ગામે ચુનાવ પાઠશાલાનું આયોજન કરવામાં આવ્યું, જે અન્વયે નિબંઘ સ્પર્ઘા તેમજ વકતૃત્વ સ્પર્ઘાનું આયોજન કરી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતાં.

વધુમાં ૭૫ -ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ધોરાજી તાલુકાના પુરુષ અને મહિલા મતદારના ૧૦% તફાવત વાળા તેમજ ૫૦% થી ઓછા મતદાન વાળા ભાગ નં .૨૫૧ -વાડોદર ૧, ૨૪૫ – નાની પરબડી – ૨, ૨૪૮ – મોટી પરબડી – ૧ ના બુથ લેવલ ઓફિસરશ્રી દ્વારા આમંત્રણ પત્રિકા / પેમ્પલેટનું ઘરે ઘરે જઈને વિતરણ કરી મતદાર જાગૃતિ વિશેની સમજૂતી આપી તથા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આગામી તા. ૭ મે ના રોજ ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે તમામ મતદાતાઓ મતદાનની તેમની ફરજ અદા કરી લોકશાહીને વધુ મજબૂત બનાવે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!