GUJARATSURENDRANAGARWADHAWAN

વઢવાણ વિધાનસભાના બુથ લેવલ ઓફિસરની દીકરીના લગ્ન પ્રસંગે મહેમાનોને અપાયો મતદાનનો સંદેશ

લગ્નમાં આર્શિ‌વાદ આપવા આવેલા મહેમાનોને અવશ્ય મતદાન કરવા અનુરોધ કરતા BLO

તા.22/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

લગ્નમાં આર્શિ‌વાદ આપવા આવેલા મહેમાનોને અવશ્ય મતદાન કરવા અનુરોધ કરતા BLO

સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાતાઓ પોતાના મતદાનનાં અધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સવિશેષ પ્રયાસો અને નવતર પહેલો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે મહત્ત્વની ભૂમિકા ભજવતા બુથ લેવલ ઓફીસરો દ્વારા પણ સવિશેષ પ્રયાસો જનજાગૃતિ અર્થે કરવામાં આવી રહ્યા છે આવો જ એક સુંદર પ્રયાસ ૬૨ વઢવાણ વિધાનસભામાં સમાવિષ્ટ ભાગ નંબર ૨૦૯ના બુથ લેવલ ઓફિસર હર્ષદભાઈ જાદવના દીકરીના લગ્ન સમારંભ પ્રસંગે જોવા મળ્યો હતો લગ્ન સમારંભમાં પધારેલા મહેમાનોને ચૂંટણીમાં અચૂક મતદાનનો સંદેશ અપાયો હતો નવદંપતિને આર્શિ‌વાદ આપવા માટે પધારેલા મહેમાનોમાં મતદાન અંગે જાગૃતતા આવે તે માટે એન્ટ્રી ગેઈટ ઉપર જ સેલ્ફી પોઈન્ટની સજાવટ સાથે મતદાન વિષયક સ્ટેન્ડી મુકવામાં આવી હતી મહેમાનોને આવકારતા હર્ષદભાઈએ અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરી હતી તેમજ મતદાનના દિવસે દરેક કામ છોડી સમય કાઢીને મતદાન કરવા જવું જ જોઈએ તેવો મત વ્યકત કર્યો હતો આ સમારંભમાં હાજર રહેલ મોટી સંખ્યામાં મહેમાનોએ આ પ્રયાસને વખાણ્યો હતો અને મતદાન અંગે જાગૃત થઈ પરિવાર સાથે અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા હતા.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!