VYO ભારતના હોદેદારો દ્વારા કાલોલ એનએમજી હોસ્પિટલ ખાતે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ મહા મહોત્સવ અંગે કાર્યક્રમ યોજાયો.

તારીખ ૦૭/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ એનએમજી હોસ્પિટલ ખાતે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ મહા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત માહિતી આપતો કાર્યક્રમ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા યોજાયો જેમા ૪૦૦ થી વધુ વૈષ્ણવો હાજર રહ્યા હતા.આગામી દિવસોમાં ૨૧ ડિસેમ્બર થી ૨૯ ડિસેમ્બર સુધીમાં વડોદરા શહેરમાં યોજાનાર ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ મહા મહોત્સવ ની માહિતી આપવામાં આવી. ભરૂચ થી આવેલા વૈશાલીબેન ભારત બ્રાંચ સેક્રેટરી,રસ્મીબેન શાહ વિવાયઓ જનરલ સેક્રેટરી ભારત, પંચમહાલ પ્રભારી સુભાષચંદ્ર મહેતા,સહ પ્રભારી સતીશભાઈ શાહ, વીવાયઓ કાલોલ પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી , સામાજીક આગેવાન નવીનભાઈ પરીખ,આઈટી સોશિયલ મીડિયા હેડ વિરેન્દ્ર મહેતા ઉપસ્થિત રહ્યા હતા.રસ્મીબેન શાહ વિવાયઓ જનરલ સેક્રેટરી ભારત દ્વારા વિવાયઓ ની વિવિધ પ્રવૃતિઓની માહિતી આપી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ મહોત્સવ મા પૂજય વ્રજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા vyo ના ૧૫ વર્ષ અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ૨૫ વર્ષની વર્તમાન યાત્રાની ઉજવણી તથા ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ બિઝનેસ મીટ સમીટ,૮૪ કોષ વ્રજ દર્શન ઝાંખી, શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, ચારધામ દર્શન ઝાંખી, સનાતન ધર્મ યજ્ઞ અનુષ્ઠાન, સાંસ્કૃતિક કાર્યક્રમો,૧૦૦૮ પ્રાયગરાજ કળશ મહોત્સવ નુ આયોજન કરવામાં આવ્યુ છે. વધુમા દર રવિવારે હરિનામ સંકીર્તન તથા મેડિટેશન વચનામૃત નો લાભ લેવા જણાવ્યુ. આ પ્રસંગે દાતાઓનું ઉપરણા ઓઢાડી સ્મૃતિભેટ આપી સન્માન કર્યું કાર્યક્રમ ના અંતે મહાપ્રસાદી નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.










