વઢવાણ મુળચંદ રોડ પરના ખાળીયામાં ગંદા પાણીનો શુધ્ધ કરવાનો પ્લાન્ટ નખાયો પણ ચોમાસામાં જળ ભરાવાનો ભય

તા.30/06/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ભૂગર્ભ ગટર નાંખીને ઘર વપરાશના ગંદા પાણીને શુધ્ધ કરવા માટે મૂળચંદ રોડ ઉપર એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે પ્રોસેસ કરેલા પાણીનો નિકાલ રસ્તાની બાજુના ખાળીયામાં કરવામાં આવતો હતો જેને કારણે ગંદકી સર્જાતી હતી ત્યારે મનપાએ આ પાણીનો યોગ્ય નિકાલ કરવા તાકીદ કરી હતી જેને કારણે વર્તમાન સમયે પાણી નિકાલ માટેની પાઇપ લાઇનો નાંખવાની કામગીરી ચાલુ કરાઈ છે ત્યારે સુરેન્દ્રનગરમાં ખુલ્લી ગટરો બંધ કરીને તમામ લોકોના ઘર વપરાશના પાણીના જોડાણ ભૂગર્ભ ગટરમાં આપવામાં આવ્યા છે જેમાં આ તમામ દૂષિત પાણીની શુધ્ધ કરવા માટે મૂળચંદ રોડ ઉપર રૂ.38.18 કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે જેમાં દરરોજ 32.20 એમએલડી પાણી શુધ્ધ કરવાની ક્ષમતા છે તેની સામે હાલ શહેરમાંથી દરરોજ 22 એમએલડી પાણી શુધ્ધ થવા માટે આવે છે આ પાણી જીઆઇડીસી અને આજુ બાજુના ખેડૂતોને સામાન્ય પૈસા લઇને આપવાનો પ્લાન હતો પરંતુ કોઇ પાણીની ખરીદી ન કરતાં પાણીને ખાળીયામાં વહાવી દેવામાં આવતું હતું જેને કારણે મૂળચંદ રોડ ઉપર અને ક્યારેક આ પાણી વઢવાણ રોડ ઉપર પણ આવી જતા હતા સતત ભરાઇ રહેતા પાણીને કારણે લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે મનપાએ આ પાણીનો નિકાલ ખુલ્લામાં નહીં પરંતુ ભૂંગળા મારફતે ભોગાવો નદીમાં કરવા તાકીદ કરી હતી આથી તંત્ર દ્વારા વર્તમાન સમયે મૂળચંદ રોડ ઉપર ભૂંગળા નાંખવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે ભૂંગળા નાખીને ખાળીયો પુરવામાં આવી રહ્યો છે ત્યારે ચોમાસાનું પાણી આ ખાળીયા મારફતે જ નિકાલ થતું હતું હવે જો ખાળીયો પુરવામાં આવશે તો ચોમાસાના સમયમાં આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાવાની મોટી સમસ્યા સર્જાવાનો ભય ઊભો થયો છે.




