
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા ,તા-૨૮ જુલાઈ : કચ્છ જિલ્લામાં વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓના રીપેરીંગની કામગીરી શરૂ કરાઈ છે. આ સાથે જ ભયજનક હોય તે બ્રીજને તોડીને તેની જગ્યાએ નવા બ્રીજના નિર્માણની કામગીરીનો પ્રારંભ કરાયો છે. કચ્છના ભુજ મુન્દ્રા મુખ્યમાર્ગ પર આવેલા બરાયા બ્રીજને થોડા દિવસો પહેલા વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. જે બાદ માંડવી મુન્દ્રા ધારાસભ્ય ના વરદહસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું અને હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે બરાયા બ્રીજને તોડવાનું કાર્ય શરૂ કરાયું છે. આધુનિક મશીનો અને સાધનોની મદદથી બ્રીજને તોડવામાં આવી રહ્યો છે. ભુજથી મુન્દ્રા રોડ ઉપર નિયત સમય મર્યાદામાં નવા બ્રીજનું નિર્માણ થાય એ દિશામાં યુદ્ધના ધોરણે રાજ્ય સરકાર ની સૂચના અનુસાર કામગીરી કરવામાં આવી રહી છે.







