

દિપક પટેલ-ખેરગામ
જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે તા. 30 જૂન 2025, સોમવારના રોજ રાજ્ય જળ અને સ્વચ્છતા મિશન – વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો), ગાંધીનગર દ્વારા આયોજિત પાણી ગુણવત્તા જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો.આ કાર્યક્રમમાં ચીખલીના જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ (વાસ્મો)ના આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર શ્રી જીતેશભાઈ સી. પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પીવાના પાણીની ગુણવત્તા, તેની મહત્વતા તથા પાણી પૂરવઠાની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. બાળકોમાં પાણી વિશે જાગૃતિ વધે અને તેઓ પીવાના પાણી સાથે સંકળાયેલી સમસ્યાઓ તેમજ તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરે, તે હેતુથી ખાસ રસપ્રદ માહિતી આપવામાં આવી. શ્રી પટેલે પાણીમાં અશુદ્ધિઓના અસરકારક પરિણામ સ્વરૂપ પાણીજન્ય રોગો અને તેના નિયંત્રણ માટે ચોમાસા દરમિયાન કયા પગલા લેવા તે અંગે પણ વિસ્તૃત માહિતી આપી.આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિ અને પાણીના ઉપયોગ અંગે સંવેદનશીલતા વિકસે છે. અંતે શાળાના આચાર્યશ્રી ચેતનભાઈ કે. પટેલે મહેમાનો તથા વાસ્મો ટીમનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ જાહેર કરી.



