અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મોડાસા: ગાજણ, દધાલિયા, વરથુ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો ગામમાં પાણી પાણી
વહેલી સવાર થી વરસેલા વરસાદ ને કારણે ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી જેમાં ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. મોડાસા તાલુકાના ગાજણ ગામે ખેતરોમા પાણી પાણી જ જોવા મળ્યું હતું વરસાદ વધુ હોવાથી ખેતરોના પાણી કોતરોમાં વહેવા લાગ્યા હતા.વરથુ ગામ જે ડુંગરની આજુબાજુ વિસ્તારમાં ઘેરાયેલું ગામ છે જેને લઇ વધુ વરસેલા વરસાદને કારણે ડુંગરોના પાણી ગામમાં ઘુસ્યા હતા જેમાં ગામમાં ઠેર ઠેર પાણી જોવા મળ્યા હતા સાથે ગામમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા બીજી તરફ વણીયાદ ગામે પણ વધુ વરસાદ વરસ્યો હતો અને ગામમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે