GUJARATJUNAGADHKESHOD

કેશોદ તાલુકાના શ્રી શેરગઢ કન્યા શાળામાં વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું

કેશોદ તાલુકાના શ્રી શેરગઢ કન્યા શાળામાં વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું

શ્રી શેરગઢ કન્યાશાળામાં વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકો અને શિક્ષકો આપણા ટ્રેડિશનલ પોશાકોમાં સુસજ્જ થઈને આવ્યા. શિક્ષકો દ્વારા બાળકોને નવરાત્રીનો ઉત્સવ શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ શું છે એ વિશે સમજાવ્યુ. સૌપ્રથમ શાળાની દરેક બાળાઓ, છોકરાઓ અને શિક્ષકો દ્વારા માતાજીની આરતી કરવામાં આવી. ત્યારબાદ બાળકો અને શિક્ષકો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી. પ્રાચીન અને અર્વાચીન બંને ગરબાઓનો સમન્વય જોવા મળ્યો. શ્રી શેરગઢ કન્યા શાળામાં અવારનવાર ભારતીય પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખનાર આપણા દરેક ધાર્મિક તહેવારો જેમકે રક્ષાબંધન, જન્માષ્ટમી, મકરસંક્રાંતિ, મહિલા દિવસ, ગુરુપૂર્ણિમા, નવરાત્રી જેવા તહેવારોની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે તથા બાળકોને વિવિધ તહેવારો અને તેના મહત્વ વિશે સમજાવવામાં આવે છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!