ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ખેતીવાડી કોલેજ ખાતે વિશ્વ ગાયત્રી પરિવાર નવસારી ઉપઝોન કેન્દ્ર દ્વારા “ઋષિ અને કૃષિ સંસ્કૃતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વિશ્વયુવા પ્રેરણાસ્ત્રોત દેવ સંસ્કૃતિ વિશ્વ વિધાલય ડો.ચિન્મય પંડ્યાજી કુલપતિના સાનિધ્યમાં દીપ પ્રાગટીય કરી ગાયત્રી મંત્ર ના ઉચ્ચારણ સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ડૉ.ચિન્મય પંડ્યાજીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતુ કે, “વિશ્વ કક્ષાએ ભારત દેશ કૃષિ સંસ્કૃતિ તથા ઋષિ સંસ્કૃતિના પ્રાધાન્ય થી પ્રચલિત છે. ઋષિ મુનીઓના ગુરુકુળ જ્ઞાન થી રાજા થી રંક સુધીના તમામ ઋષિ સંસ્કૃતિ માધ્યમથી “જીવન શૈલી તેમજ રાજ્ય સંચાલન” કરતા હતા. ગુરુકુળના જ્ઞાન થી કૃષકો (ખેડૂતો) તેમજ પ્રજાજનો ઘર આંગણે ગાય માતાને સ્થાન આપતા જેના ગૌ પંચગવ્ય ધ્વારા મનુષ્યો નું સ્વાસ્થ્ય તેમજ પૃથ્વીમાતા તેમજ પ્રાકૃતિક પર્યાવરણ ને પોષણ યુક્ત દ્રવ્યો પૂર્ણ થતા, જેથી ફળદ્રુપ જમીન દ્વારા પર્જન્ય ખેતી (પાક) પ્રાપ્ત થતી હતી, જે કૃષિ સંસ્કૃતિના જ્ઞાન નો ફાળો છે. “ત્યારે કૃષિ સંસ્કૃતિ તથા ઋષિ સંસ્કૃતિને જાણી જીવનમાં અપનાવાનો સંકલ્પ કરવા આહવાન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના ગુજરાત પ્રભારી જાની સાહેબ અમદાવાદ, હિતેશભાઈ દેસાઈ નવસારી ઉપઝોન પ્રભારી, મનુભાઈ બી.પટેલ ડાંગ જિલ્લા પ્રભારી, સુધીરભાઈ ડાંગ જિલ્લા સહપ્રભારી, વઘઇ કૃષિ યુનિવર્સિટીના વરિષ્ટ વૈજ્ઞાનિક અને વડા ડો.એલ.વી. ઘેટિયા ,કેવિકેનાં આચાર્ય ડો.અજયભાઈ પટેલ, સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિધાલયનાં એમ.ડી.કમલેશભાઈ ઠાકોર, સ્કૂલનાં આચાર્ય હર્ષાબેન ગાર્ગે,ડાંગ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાનાં દંડક વિજયભાઈ પટેલ ,આદિજાતિ મોરચા મંત્રી સુભાસભાઈ ગાઈન,વઘઇ પીએસઆઇ એમ.એસ.રાજપૂત વઘઇ આર.ટી.ઓ.સી.આર.પટેલ તેમજ વેપારી આગેવાન સુભાસભાઈ બોરસે, સમાજ સેવક રવિભાઈ સૂર્યવંશી, દૌલતભાઈ વૈષ્ણવ, દીપ્તેશભાઈ પટેલ સહિત વઘઇનગર સહિત ડાંગ જિલ્લા ભાવિકભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આ “ઋષિ અને કૃષિ સંસ્કૃતિ”ધાર્મિક પ્રવચનનું લાભ લીધો હતો..
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVJanuary 23, 2025Last Updated: January 23, 2025