અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
*મહાલક્ષ્મી ટાઉન હોલથી મુખ્ય બજાર અને બસસ્ટેન્ડ રોડ થઈ પરત મહાલક્ષ્મી ટાઉનહોલ સુધી તિરંગાયાત્રામાં ઠેરઠેર પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું*
*વિવિધ સંસ્થાઓ, એનજીઓના આગેવાનો , ધાર્મિક આગેવાનો, નિવૃત આર્મી ઓફિસર તિરંગાયાત્રામાં જોડાયા*
ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે અરવલ્લીના મોડાસામાં અન્ન અને નાગરીક પૂરવઠા મંત્રીશ્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતીમાં મહાલક્ષ્મી ટાઉન હોલથી મુખ્ય બજાર અને બસસ્ટેન્ડ રોડ થઈ પરત મહાલક્ષ્મી ટાઉનહોલ સુધી ભવ્ય તિરંગાયાત્રા યોજાઈ હતી.
સરહદે યુદ્ધની પરિસ્થિતિમાં આતંકીઓને હંફાવનાર વીર જવાનોના શૌર્યને સન્માનવા યોજાયેલી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો. ઠેરઠેર તિરંગાયાત્રાનું પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો, વિવિધ સંસ્થાના આગેવાનો, ધાર્મિક આગેવાનો, એન.જી.ઓ.ના આગેવાનો , એન.સી.સી., હોમગાર્ડ અને પોલીસના જવાનો, નિવૃત આર્મી ઓફિસર સહિતના મોડાસાવાસીઓ જોડાયા હતા
આ તિરંગા યાત્રામાં મોડાસા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, ભિલોડા ધારાસભ્ય પી. સી. બરંડા, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, તાલુકા પ્રમુખો જિલ્લા અને તાલુકા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનો સંગઠનના આગેવાનો સહિત જિલ્લાની વિવિધ સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો, એનજીઓના અગ્રણીઓ જોડાયા હતા.