સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૫ અંતર્ગત તા.૦૧-૧૦-૨૦૨૫ ના રોજ જૂનાગઢમાં દરરોજ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમાં બાંટવા શહેરી વિસ્તારમાં આવેલ શ્રી એવર શાઇન શાળા ખાતે વેસ્ટ ટુ આર્ટ થીમ અંતર્ગત શાળાના આચાર્યશ્રી તથા શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલ જુદી જુદી વસ્તુઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓ દ્વારા જુદી જુદી કુલ ૩૦ વેસ્ટુ ટુ બેસ્ટમાંથી આર્ટની વસ્તુઓ બનાવવામાં આવી હતી. આ પ્રવૃત્તિ થકી શ્રી એવર શાઇન શાળાના વિધાર્થીઓ દ્વારા RRR એટલે કે રીડયુઝ, રીયુઝ અને રિસાઇકલનો સંદેશો આપવામાં આવ્યો હતો.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ