વઢવાણમાં પ્રદૂષણ ફેલાવતા ગેરકાયદેસર બાંધણી ઉદ્યોગ પર દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ

તા.10/09/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નાયબ કલેકટર મેહુલકુમાર ભરવાડ તથા વઢવાણ મામલતદાર સાહેબ બીજલભાઈ ત્રમટા દ્વારા વઢવાણના પંડીયા પા વિસ્તારમાં રહેણાક મકાનમાં આવેલા બાંધણી ઉધોગના રંગાટ કામ કરતા કુલ ૨ કારખાનામા કેમિકલ યુક્ત પ્રદુષીત પાણી ભોગાવા નદીમા નિકાલ કરતા હોવાની મૌખીક ફરીયાદના આધારે આકસ્મિક તપાસણી કરતા રંગાટ કામની કામગીરી ચાલુ હોવાનું જણાયું હતું તેમજ આ રંગાટ કામમાં સોડીયમ નાઈટ્રીક અને મીણ યુક્ત પાકા કલરનો વપરાશ કરતા હોવાનું જાણવા મળેલ છે આ કામગીરી કરતા કુલ ૧૨ મજુરો પર પ્રાતિય હોવાનું જણાતા વઢવાણ નાયબ કલેકટર દ્વારા વઢવાણ પોલીસ ઈન્પેકટરને જાણ કરતા તેમજ પાણીનો નિકાલ ક્યાથી કઈ જગ્યાએ નિકાલ કરવામાં આવે છે તે બાબતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમ તેમજ રંગાટ કામ કરતા કારખાનાનું પાણી પ્રદુષીત છે કે કેમ?તે બાબતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમને તાત્કાલિક સ્થળ ઉપર બોલાવી મળી આવેલ મજુરો પુખ્ત વયના છે કે કેમ? અને જો પુખ્ત વયના ના હોય તો લેબર લો મુજબ ગુનો દાખલ કરવા નાયબ કલેકટર વઢવાણ દ્વારા મદદનીશ શ્રમ આયુક્તની ટીમને સુચના આપવામાં આવી હતી ત્યારે આ તપાસણી દરમ્યાન તમામ ટીમ સ્થળ ઉપર હાજર જોવા મળેલ છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને નાયબ કલેકટર વઢવાણ દ્વારા ટેલીફોનીક જાણ કરતા સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની ટીમ સ્થળ પર હાજર રહેલ ન હતી!



