BAYADGUJARAT

બાયડ તાલુકાના જૂનીવાસણીથી માથાસુરીયા જવા માટેના ડામર રોડનું અધૂરું કામ ક્યારે પૂર્ણ થશે.?જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

બાયડ તાલુકાના જૂનીવાસણીથી માથાસુરીયા જવા માટેના ડામર રોડનું અધૂરું કામ ક્યારે પૂર્ણ થશે.?જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

રોડનું અધૂરું કામકાજ પૂર્ણ કરવા બાબતે અરવલ્લી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

બાયડ તાલુકાના જૂનીવાસણી ગામથી માથાસુરિયાને જોડતો માર્ગ ડામર રોડ બનાવવા તથા માર્ગમાં આવતી માજુમ નદી ઉપર ડીપ બનાવવા સરકાર શ્રી તરફથી મંજૂરી મળતાં તારીખ 15-5- 2023 થી સદર માર્ગનું કામકાજ શરૂ થયેલ. જેમાં ફક્ત પિચિંગ કામ થયેલ છે અને નદી ઉપર ડીપ બનાવવા પાયો ખોદી માત્ર પાયો પુરવાનું કામ પૂર્ણ કરેલ છે. ત્યારબાદ લગભગ છેલ્લા એક વર્ષથી કોઈ અગમ્ય કારણસર સદર ડામર રોડ અને ડીપ બનાવવાનું કામકાજ બંધ કરેલ છે. રોડ ઉપર પિચિંગમાં પથ્થરો ખુલ્લા મુકેલ છે. જે કારણે જૂનીવાસણીથી માથાસુરીયા વાહનો લઈને જવું પણ ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે તથા ખેતરોમાં જતા ખેડૂતોના બળદ પણ પથ્થરોવાળા રસ્તા ઉપર બળદ ગાડું લઈને ચાલી શકતા નથી. નદી ઉપર બનતી ડીપનું કામ અધૂરું છોડી દેતા અને કોઈ ડાઈવરજન આપ્યું ન હોવાથી નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ મળેલ નથી.જેને લઇ નવી વાસની, જૂનીવાસણી અને માથાસુરીયા ગામના ગ્રામજનોની એ નમ્ર અરજ સાથે ડામોર રોડ અને ડીપની કામની ઝડપથી પૂર્ણ થાય તે બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું જો માગણી ન સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઇ હતી

 

 

Back to top button
error: Content is protected !!