અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં વીજતંત્રની નવી ઓફિસ નું મકાન ઉદ્ઘાટન માટે એક વર્ષથી રાહ જોઈ ને બેઠું ..!!! કયા નેતા કે મંત્રી ની જોવાઈ રહી છે રાહ..?
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ઉતર ગુજરાત વીજકંપની લિમિટેડ (UGVCL) ની પેટા વિભાગની નવી કચેરીનું ઉદ્ઘાટન છેલ્લા એક વર્ષથી અટવાયેલું છે તેવી માહિતી સૂત્રો ધ્વારા પ્રાપ્ત થઈ છે.મેઘરજ-1 અને મેઘરજ-2 ની વીજકચેરી ઓ હાલ સુધી ભાડાના મકાનમાં કાર્યરત છે, જ્યારે નવી ઓફિસ નું બાંધકામ પૂર્ણ થયા છતાં ઉદ્ઘાટન થવાનું બાકી છે.વિજતંત્ર ના સૂત્રો અનુસાર નવી કચેરીનું બાંધકામ, ઈલેક્ટ્રિકલ અને ફર્નિશિંગનું કામ પૂરું થઈ ચૂક્યું છે. છતાં રાજકીય સ્તરે ઉદ્ઘાટન કાર્યક્રમ ન થવાથી કચેરીનો ઉપયોગ શરૂ થઈ શક્યો નથી તેવું જાણવા મળ્યું હતું
સ્થાનિક નાગરિકો અને ખેડૂતોમાં આ બાબતને લઈ નારાજગી વ્યાપ્ત છે. તેઓનું કહેવું છે કે, “સરકારી ખર્ચે બનેલી કચેરીનો ઉપયોગ સમયસર ન થવો એ નાગરિકો માટે અસુવિધાજનક છે.” હાલની જૂની ઓફિસ ભાડાના મકાનમાં હોવાને કારણે જગ્યા ઓછી અને સુવિધાઓ અપૂરી હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે.વિજતંત્ર ના અધિકારીઓનો દાવો છે કે “ઉદ્ઘાટન માટે યોગ્ય તારીખ નક્કી થતાં જ નવી કચેરી કાર્યરત થઈ જશે.” પરંતુ એક વર્ષથી ઉદ્ઘાટન માટે નેતાઓની રાહ જોવાઈ રહી હોવાને કારણે લોકોમાં ચર્ચાનો માહોલ છે કે આ સરકારી પ્રોજેક્ટ રાજકીય ઉદાસીનતા નો શિકાર બન્યો છે.