
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં પીવાના પાણીનો મોટો વેડફાટ : ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી..!! જવાબદારી કોની..?
મેઘરજમાં આજે પીવાના પાણીનો મોટો વેડફાટ થતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી છે. ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે અંડરગ્રાઉન્ડ ટાંકા ઓવરફ્લો થતાં હજારો લીટર પાણી નાળીઓમાં વહેતા જઈ પાણી વેડફાયું હતું.મેઘરજમાં પહેલેથી જ બે દિવસે એક વાર પાણી પુરવઠો થતો હોય ત્યારે આવી બેદરકારીને લઈને ગ્રામજનોમાં પ્રશ્નો ઊઠી રહ્યા છે. પાણી જેવી અમૂલ્ય સંપત્તિનો આ પ્રકારનો વ્યય અક્ષમ્ય ગણાવી લોકોમાં તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત થઈ રહી છે.સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, પંચાયતના કર્મચારીઓની લાપરવાહીને કારણે પાણી લાંબા સમય સુધી વહેતું રહ્યું છતાં કોઈએ સમયસર વાલ્વ બંધ કર્યા નહોતા.હોવાની માહિતી સામે આવી હતી.પંચાયત તંત્ર તરફથી આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી.ગ્રામજનોની માંગ છે કે પાણી વેડફાટની જવાબદારી નક્કી કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે





