ધ્રાંગધ્રાના ભારદ અને ગંજેડા સીમમાં નર્મદા કેનાલના પાણી ફરી વળતાં પાકને વ્યાપક નુકસાન
ખેડૂતોના ઉભા પાકને નુક્સાન થતાં જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી આત્મ વિલોપનની ચીમકી

તા.21/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ખેડૂતોના ઉભા પાકને નુક્સાન થતાં જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી આત્મ વિલોપનની ચીમકી
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના ભારદ, ગંજેડા ગામની સીમમાં રાજચરાડીની પેટા માઇનોર કેનાલમાં પાણી છોડાતા કેનાલ ઓવરફોલો થતા છેલ્લા ચાર વર્ષથી વિસ્તારની આસપાસના અંદાજે ૧૦ જેટલાં ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળે છે જેના લીધે ખેતરમા વાવેલ કપાસના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતા જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી ખેડૂતે આત્મા વિલોપનની ચીમકી આપી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકના ભારદ, ગંજેડા ગામની સીમમાં પસાર થતી માઈનોર કેનાલમાં પાણી છોડાતા તંત્રની બેદરકારીને કારણે છલકાઈ જવાનો બનાવ બન્યો હતો જે માઈનોર કેનાલ ભાદર, ગંજેડા સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા વિભાગની માઈનોર કેનાલ અગમ્ય કારણોસર છેલ્લા ૪, વર્ષ થી ઓવરફલો થવાનો બનાવ બનતા આસ પાસના અંદાજે ૧૦ જેટલાં ખેતરો માં નર્મદાના પાણી ફરી વળ્યા હતા કેનાલમાં અગાઉ તંત્ર દ્વારા ધ્યાન નહિ દેતા જે કેનાલ ઓવરફલો થઈને પાણી છલકાઈ જતા ખેતરમા વાવેલ કપાસ જેવા પાકમા પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકસાની થવાથી ખેડૂત લુહાર ભીખાભાઈ લવજીભાઈ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ત્યારે ધ્રાંગધ્રા તાલુકામાં નર્મદા વિભાગની ઘોર બેદરકારીના કારણે કેનાલો ઓવરફૂલો થતી રહે છે જેનો ભોગ નિર્દોષ ખેડૂતો બનતા હોય છે ત્યારે ભાદર, ગંજેડા ગામની માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા તંત્રની કામગીરી સામે અનેકો સવાલ ઉઠી રહ્યા છે જેમાં લુહાર ભીખાભાઈ લવજીભાઈ રહે ભાદર ગામ વાળા ખેડૂત અરજીમાં જણાવેલ કે દસ દિવસમાં નિકાલ નહીં આવે તો આત્મા વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.




