રક્ષક જ ભક્ષક બને તો પ્રજા જાય ક્યાં?
પોલીસ કોન્સ્ટેબલ દ્વારા સિક્યુરિટી ને માર મારતાં આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ દોડી ગયાન્યાય માટે સાથ સહકાર રૂપે આમ આદમી પાર્ટી પણ મેદાને.સિક્યુરિટી ને કોસ્ટેબલ દ્વારા માર મારતાં તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડાયો.સાયલાના ધજાળા પોલીસ સ્ટેશનમાં પવનચક્કી ના સિક્યુરીટી તરીકે ફરજ બજાવતા ઠાકરશીભાઈ દાનાભાઈ જિડીયા ઉંમર વર્ષ 40 તથા અગાઉ જે વ્યક્તિને પોલીસ સ્ટેશનના નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા. સિક્યુરીટી તરીકે ફરજ બજાવતા વ્યક્તિને પૂછ પરછ કરવામાં આવી એમાં એક વૃદ્ધ સિક્યુરીટી પર ધજાળા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દ્વારા માર મારવામાં આવ્યો હતો ત્યાર બાદ વૃદ્ધ સિક્યુરીટીની તબિયત લથડતા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ તપાસ કરતાં આંખની નીચેના ભાગમાં ઇજાઓ પહોંચી હતી અને મૂંઢ માર પણ મારવામાં આવ્યો હતો.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા