GUJARATKUTCHLAKHPAT

વહીવટી તંત્ર અને જી.એમ.ડી.સીના સહયોગથી નારાયણ સરોવર તેમજ કોટેશ્વર ગામને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવ્યા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – લખપત કચ્છ.

લખપત,તા-૩૧ ડિસેમ્બર : નારાયણ સરોવર એ એક બહુ પૌરાણિક તીર્થ સ્થાન છે. વર્ષ દરમ્યાન મોટા પ્રમાણમાં પ્રવાસીઓ દર્શનાર્થે આવે છે. જેથી આ સરોવરની સફાઈ કરવી એ અત્યંત આવશ્યક હતી. આ અર્થે જીલ્લા વિકાસ અધિકારીશ્રી, કચ્છ શ્રી ઉત્સવ ગૌતમના અઘ્યક્ષ સ્થાને તમામ સંકલિત ડિપાર્ટમેન્ટ સાથે નારાયણ સરોવર ગ્રામ પંચાયત ખાતે તા.૦૮/૧૧/૨૦૨૫ના રોજ મુલાકાત કરીને સ્વચ્છતા બેઠકનું આયોજન કરવામાં આવેલ. તેમજ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ દ્રારા અઠવાડિક મુલાકાત લેવામાં આવેલ સાથે સાથે તાલુકા વિકાસ અધિકારી શ્રી તેમજ મામલતદારશ્રી લખપત દ્રારા સમયાંતરે મુલાકાત લઈને સફાઈ બાબતે ગ્રામજનોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ. જીલ્લા વિકાસ અધિકારીશ્રી, કચ્છના માર્ગદર્શન હેઠળ જી.એમ.ડી.સી. દ્વારા નારાયણ સરોવરની સાફ સફાઈની ધનિષ્ઠ કામગીરી શરુ કરવામાં આવેલ જેથી સર્વ પ્રથમ સરોવરની આજુબાજુ રહેલ જાડીનું કટિંગ કરવામાં આવેલ તેમજ સરોવરની અંદર રહેલ શેવાળ તેમજ અન્ય કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવેલ. કામગીરી દરમિયાન તળાવની અંદર રહેલ જીવજંતુને કોઈ પણ પ્રકારે નુકશાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખીને સફાઈ કરવામાં આવેલ તેમજ તળાવના પાણીના શુદ્ધીકરણ માટે ગાઈડ સંસ્થા દ્રારા સેમ્પલ લઈને પાણીનું ટેસ્ટીંગ પણ કરવામાં આવેલ. અને કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. આમ સરકારી તંત્ર અને જી.એમ.ડી.સી ના સહયારા પ્રયાસથી નારાયણ સરોવરની સફાઈ કામગીરી લગભગ પૂર્ણ થવામાં છે.જીલ્લા વિકાસ અધિકારીશ્રી કચ્છના પ્રયત્નો દ્રારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માંથી નિષ્ણાત ટીમ દ્રારા સરોવરની સફાઈ માટે માર્ગદર્શન મળી રહેલ. તેમજ બરોડા યુંરોટેક કપની દ્રારા નારાયણ સરોવરની સફાઈ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ.જે સંદર્ભે બીજા તબ્બકાની કામગીરીમાં BIO ENUMERATION તેમજ BIO AUGMENTATION પણ કરવામાં આવશે.પવિત્ર નારાયણ સરોવર ગામને ઝડપથી સ્વચ્છ બનાવવા બાબતે જીલ્લા વિકાસ અધિકારીશ્રી કચ્છના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત દ્રારા સપૂર્ણ સફાઈવેરો ઉઘરાવાય તે રીતની પહેલ કરવામાં આવેલ. તેમજ જાહેર જગ્યાએ અને બજારમાં કચરો કરવા પર ૫૦૦ રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવેલ.ગ્રામજનો દ્રારા સ્વચ્છતા રાખવા માટે પહેલ કરવામાં આવેલ અને પવિત્ર સ્થળને સ્વચ્છ તેમજ પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે ગામમાં રોજે-રોજ સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ ગામની તમામ જાહેર જગ્યાની રોજે-રોજ સફાઈ કરવામાં આવે છે અને વેપારી મિત્રો દ્રારા પ્લાસ્ટિકનો નહીવત પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. જે પ્રવાસીઓ ગામની મુલાકાત લે છે તેમને પણ પ્લાસ્ટિકનો ઉપયોગના કરવા તેમજ જે તે પ્લાસ્ટિક ગમે ત્યાં ના નાખે અને કચરા પેટીમાં જ કચરો નાખે તેવી વ્યવસ્થા પંચાયત દ્રારા કરવામાં આવેલ છે ગામલોકોની જાગૃતિના કારણે કચરો ગમે ત્યાં ફેકવાના બદલે ઘરેથી જ કચરાનું વર્ગીકરણ કરીને ડપ્પીંગ સાઈટ ઉપર લઇ જવામાં આવે છે, સાચા અર્થમાં ગામ સ્વચ્છ બની રહ્યું છે, તેવું પહેલી નજરે જ જોવા મળે છે.આ પહેલ થકી નારાયણ સરોવરની શોભામાં અનેરી વૃદ્ધિ જોવા મળે છે અને ત્યાં મુલાકાત લેતા પ્રવાસીઓ અને દર્શનાર્થે આવતા શ્રધાળુઓમાં પણ આનંદની લાગણી જોવા મળે છે.

Back to top button
error: Content is protected !!