
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-01 એપ્રિલ : મુન્દ્રા તાલુકાના માથક ગામે “શેરી રમતોત્સવ” અન્વયે શેરી રમત અને કિશોરીઓ માટે “મેડીકલ ચેકઅપ” કેમ્પનાઆયોજનમાં ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી કુંવરબેન વાસણભાઈ બવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ વર્કર કૃપાલીબેન વ્યાસ, પ્રાથિમક શાળાના આચાર્યશ્રી મુળજીભાઈ, DHEW ટીમના મિશન કો-ઓર્ડીનેટરશ્રી ફોરમબેન વ્યાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિજેતા બનેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫૦થી વધુ લોકો જોડાયા હતા.
દીકરીઓના સ્વાસ્થ્યને ધ્યાને લઈને આયોજીત “મેડીકલ ચેકઅપ” કેમ્પમાં જેમાં ૫૦થી વધુ કિશોરીઓના મેડીકલ ચેકઅપ સાથે માસિકસ્ત્રાવ અંગેની સમજણ અને સ્વચ્છતા અંગેની માહિતી આપવામાં આવી હતી. ગામમાં જન્મેલ ૦૨ દીકરીઓને “દીકરી વધામણાં” કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન માટે DHEWતથા OSC ટીમ અને ગામના આંગણવાડી કાર્યકર બહેનો સાકુબેન કાનગડ અને સરોજબેન નાયકએ જવાબદારી ઉઠાવી હતી.ઉપરાંતભુજ તાલુકાના બોલાડી આંગણવાડી કેન્દ્ર ખાતે આયોજીત કિશોરીઓ માટે સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમમાં જેન્ડર સ્પેશીયાલિસ્ટ અર્ચનાબેન ભગોરા દ્વારા કિશોરીઓને માસિકસ્ત્રાવ, સ્વચ્છતા તથા સ્વાસ્થ્ય અંગે માહિતી તથા વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.આંગણવાડી કાર્યકરશ્રી આયશુબેન ખલીફા દ્વારા પોષણ, રેશમબેન કટારા દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આપવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતુંજયારે કુમાર શાળા માનકુવા ખાતે Gender sensitization of Boys and Men ની થીમ મુજબ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી વિષ્ણુભાઈ નીનામા,સ્પેશિયલ ફાઈનાન્સિયલ ઇન લીટ્રેસી પુજાબેન પરમાર, શિક્ષક તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા.કાર્યક્રમમાં “જેન્ડર સેન્સેટાઈઝેશન”વિષય વિષે વિસ્તુતમાં માહિતી આપવામાં આવી હતી. સેફ ટચ અને બેડ ટચ, ચાઈલ્ડ હેલ્પલાઇન (૧૦૯૮) વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.






