NATIONAL

CAA નિયમ પર રોક લગાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી, આસામના 30 સંગઠનોએ CAA લાગુ કરવાનો કર્યો વિરોધ,

IUML અને DYFI એ CAAના અમલીકરણ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) અને ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા (DYFI)એ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ના અમલીકરણ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
IUMLએ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ના અમલીકરણ પર સ્ટે માટે પેન્ડિંગ પિટિશનમાં અરજી દાખલ કરી છે. IUMLએ જણાવ્યું હતું કે, કેન્દ્રએ અગાઉ અમલીકરણ પરના સ્ટેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે કાયદાનો તાત્કાલિક અમલ કરવામાં આવશે નહીં કારણ કે હજુ સુધી નિયમો ઘડવામાં આવ્યા નથી.

મહત્ત્વપૂર્ણ છે કે, કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ, 2019 (CAA) લાગુ કરી દીધુ છે. આ કાયદો બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર 2014 અથવા તે પહેલા ભારત આવેલા હિન્દૂ,જૈન, ઇસાઇ, શિખ, બૌદ્ધ અને પારસીઓને નાગરિકતા આપશે.
આસામમાં નાગરિકતા (સંશોધન) અધિનિયમ, 2019 (CAA) વિરૂદ્ધ વિરોધ થઇ રહ્યો છે. આસામમાં કેન્દ્ર સરકારની ટિકા થઇ રહી છે. અખિલ આસામ વિદ્યાર્થી સંઘ (આસૂ) અને 30 સંગઠનોએ ગુવાહાટી, બારપેટા, લખીમપુર, નલબાડી, દિબ્રુગઢ અને તેજપુર સહિત રાજ્યના વિવિધ ભાગમાં વિવાદાસ્પદ કાયદા CAAની કોપી સળગાવી હતી. આસામમાં 16 પક્ષોએ સંયુક્ત વિપક્ષ (યૂઓએફએ)એ તબક્કાવાર આંદોલન હેઠળ મંગળવારે રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.
અખિલ આસામ વિદ્યાર્થી સંઘ (આસૂ)એ કેન્દ્ર સરકારના નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લાગુ કર્યા બાદ રાજ્યમાં મોટા પાયે પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. આસૂના મુખ્ય સલાહકાર સમુજ્જલ ભટ્ટાચાર્યએ કહ્યું કે અમે દરેક જિલ્લામાં CAAની કોપી સળગાવવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે નોર્થ ઇસ્ટ સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન (NESO) તરફથી વિસ્તારના તમામ રાજ્યના પાટનગરમાં CAAની કોપી સળગાવવામાં આવશે.

આસામના તમામ પોલીસ સ્ટેશનને એલર્ટ પર રાખવામાં આવ્યા છે જ્યારે લગભગ તમામ કસ્બાના મુખ્ય માર્ગો પર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે જ્યા ડિસેમ્બર 2019માં અધિનિયમ પસાર થયા દરમિયાન વ્યાપક વિરોધ પ્રદર્શન થયું હતું. આસૂના સલાહકાર સમુજ્જલ ભટ્ટાચાર્યએ કહ્યું, ‘અમે CAA વિરૂદ્ધ પોતાનું અહિંસક, શાંતિપૂર્ણ, લોકતાંત્રિક આંદોલન ચાલુ રાખીશું.સાથે જ પોતાની કાયદાકીય લડાઇ પણ ચાલુ રાખીશું’
આસામ પોલીસે CAAના વિરોધમાં આસામમાં હડતાળનું આહવાન કરનારા રાજકીય પક્ષોને નોટિસ આપી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે, ‘તમારા વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને સાર્વજનિક અને પ્રાઇવેટ સંપત્તિઓને નુકસાનનો કુલ ખર્ચ તમારી પાસે અને તમારા સંગઠન પાસેથી વસૂલાશે.’

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!