GUJARATSURENDRANAGARWADHAWAN

વઢવાણ વિધાનસભાના મહિલા મતદારોને જાગૃત કરવા ચમારજ ખાતે યોજાયો મહિલા જાગૃતિ કાર્યક્રમ

આવો મતદાનનો સંકલ્પ લઈએ” ના સંકલ્પની સાથે સાથે મતદારો માટે ઉપયોગી ચૂંટણીલક્ષી એપ્લિકેશન સહીત જરૂરી જાણકારી સાથે મતદારોને માહિતગાર કરતા સંકલ્પપત્રનું જુદા જુદા ગામો તથા શાળાઓમાં વિતરણ

તા.27/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આવો મતદાનનો સંકલ્પ લઈએ” ના સંકલ્પની સાથે સાથે મતદારો માટે ઉપયોગી ચૂંટણીલક્ષી એપ્લિકેશન સહીત જરૂરી જાણકારી સાથે મતદારોને માહિતગાર કરતા સંકલ્પપત્રનું જુદા જુદા ગામો તથા શાળાઓમાં વિતરણ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગત ચૂંટણીઓમાં જે વિસ્તાર કે ગામોમાં ઓછું મતદાન થયું હોય તેવા ગામો કે વિસ્તારમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં મહતમ મતદાન થાય તેવા પ્રયાસો સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી કે. સી. સંપટના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાન જાગૃતિ અને મહિલા મતદાતાઓમાં મહિલા અને પુરૂષના કુલ મતદાનમાં તફાવત જોવા મળી રહ્યો છે ત્યારે “સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) કાર્યક્રમ અન્વયે “મહિલા મતદાન જાગૃતિ” કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ૬૨ – વઢવાણ વિધાનસભામાં સમાવિષ્ટ ચમારજ ગામની મહિલાઓ માટે ગ્રામ પંચાયત કચેરી, ચમારજ ખાતે “મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું લોકશાહીમાં એક એક મત કિંમતી છે ત્યારે મહિલાઓને મતદાનનું મહત્વ સમજાવી આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં ગામની તમામ મહિલાઓ પરિવાર સાથે મતદાન મથકે જઈ સપરિવાર મતદાનની પવિત્ર ફરજ અદા કરે તેમજ તમામ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તેવો સંદેશો પાઠવવામાં આવ્યો હતો વધુમાં, મતદારો ધર્મ, જ્ઞાતિ, જાતિ સમાજના ભેદભાવ વિના કોઈ પણ લોભ-લાલચ સિવાય મતાધિકારનો ઉપયોગ કરે તથા લોકશાહીને વધુ મજબુત અને સશક્ત બનાવવા પરિવાર સાથે મતદાન કરે તેમજ અન્ય મહિલાઓને પણ મતદાન માટે પ્રેરિત કરે તે હેતુસર ૬૨ વઢવાણ વિધાનસભામાં સમાવિષ્ટ જુદા જુદા ગામો તથા શાળાઓમાં આવો, મતદાનનો સંકલ્પ લઈએ” ના સંકલ્પપત્રનું વિતરણ કરી ઘરના મહિલા મતદારની સહી કરાવી મતદાન જાગૃતિનો સંદેશો પ્રસરાવવામાં આવી રહ્યો છે આ સંકલ્પ પત્રમાં સંકલ્પની સાથે સાથે મતદારો માટે ઉપયોગી ચૂંટણીલક્ષી એપ્લિકેશન સહીત જરૂરી જાણકારી સાથે મતદારોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આમ, ૬૨ વઢવાણ વિધાનસભામાં મતદાન જાગૃતિ માટે જુદાજુદા પ્રયાસો થઈ રહ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!