GUJARATJETPURRAJKOT

Rajkot: હરીપર પાળ અને ભાયાસર ગામની મહિલા મતદારોને મતદાન માટે પ્રેરિત કરાયા

તા.૮/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને તા.૭ મે ૨૦૨૪ના રોજ ગુજરાત રાજ્યમાં મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં મહિલા મતદારોની પણ સમાન સહભાગીતા નોંધાય તે માટે આજરોજ ૭૧- રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ લોધિકા તાલુકાના હરીપર પાળ ગામ ખાતે ગત વિધાનસભામાં પુરુષ મતદાર કરતા સ્ત્રી મતદારનું ૧૦.૫૦% કરતા ઓછું મતદાન થયેલ હોય, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, લોધિકા દ્વારા સ્ત્રી મતદારોને મતદાન અંગે માર્ગદર્શન આપી, વધુ માં વધુ મહિલાઓને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, રાજકોટ તાલુકાના ભાયાસર ગામ ખાતે ભાગ નં. ૨૦૭ માં પુરૂષ મતદારો અને સ્ત્રી મતદારોના મતદાનમાં ૧૦%થી વધારે તફાવત હોય ગ્રામ્ય વિસ્તારના મતદારોને જાગૃત કરવા તેમજ મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે મહિલા મતદારોને શરમ, સંકોચ છોડી મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સાથે જ લોધિકા સરકારી શાળાના બાળકોએ પણ ગ્રામજનોને મતદાન માટે જાગૃત કરી પરિવારજનોને પણ મતદાન કરવા પ્રોત્સાહન આપવા શપથ લીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૭૧- રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં હાલ કુલ ૩ લાખ ૮૧ હજાર ૩૯૯ મતદારોમાં ૧ લાખ ૮૧ હજાર ૭૨ મહિલા મતદારો નોંધાયેલ છે ત્યારે નોંધાયેલ મહિલા મતદારો મતદાન કરવા બૂથ પર પણ આવે તે માટે સ્વીપ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ અધિક કલેક્ટર તથા સ્વીપના નોડલ અધિકારી શ્રી જીજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!