GUJARATKOTDA SANGANIRAJKOT CITY / TALUKO

Rajkot: કોટડાસાંગાણી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો

તા.૬/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

૧૩૫ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.૧૦.૯૬ લાખથી વધુ રકમની સહાય વિતરણ કરાઇ

Rajkot: સામુહિક આરોગ્ય કેન્દ્ર કોટડાસાંગાણી ખાતે ૧૩૫ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.૧૦.૯૬ લાખથી વધુ રકમના ખર્ચે સહાય વિતરણ કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના આયોજનથી પીજીવીસીએલના સી.એસ.આર ફંડથી અલીમ્કો ઉજ્જૈન દ્વારા આ નિઃશુલ્ક દિવ્યાંગ સહાયક ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયુ હતુ.

જેમાં લાભાર્થીઓને નવા ડોક્ટરી સર્ટી, PMJAY કાર્ડ, આભાકાર્ડ ઇસ્યુ કરાયા હતા. ઉપરાંત એલીમ્કો દ્વારા લાભાર્થીઓને મોટા્રાઈઝ બેટરી બાઈક, ટ્રાઈસીકલ, વ્હીલચેર, ટી એલ એમ કીટ, કાખ ઘોડી, વોકિંગ સ્ટિક, હિયરિંગ એડ, સુગમ્ય કેન, સિલિકોન ફોમ, ટેટ્રા પોર્ડ, સીપી ચેર, સેલ ફોન, ADL કીટ વગેરે સહાયક ઉપકરણ મંજુર કરાયા હતા જેની કુલ રકમ ૧૦,૯૬,૮૨૫/- થાય છે. સમાજ સુરક્ષા કચેરી દ્વારા ૩૧ લાભાર્થીઓને યોજનાકીય લાભો મંજુર કરાયા હતા, તેમ કોટડાસાંગાણીના માલતદારશ્રી જી.બી.જાડેજાી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!