GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં નારી વંદન ઉત્સવ સપ્તાહ અન્વયે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ

મહિલા સુરક્ષા રેલી, સેમિનારનાં આયોજન થકી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન સહીત મહિલા સુરક્ષાને લગતી યોજનાઓ વિશે જાણકારી અપાઈ

તા.01/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મહિલા સુરક્ષા રેલી, સેમિનારનાં આયોજન થકી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન સહીત મહિલા સુરક્ષાને લગતી યોજનાઓ વિશે જાણકારી અપાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં નારી વંદન ઉત્સવ સપ્તાહ અન્વયે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આજે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે માનવ મંદિર, મૈત્રી વિદ્યાપીઠ, સુરેન્દ્રનગર ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓનાં નારા સાથે મહિલા સુરક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી પૂર્ણ થયા બાદ યોજાયેલા સેમિનારમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી વી.એસ. શાહ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર યોજના, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સ્પોટ સેન્ટર, અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અંગે માર્ગદર્શન અને સુરક્ષાલક્ષી માળખાઓની માહિતી આપવામાં આવી હતી આ તકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનાં કાઉન્સેલર મધુબેન વાણીયા દ્વારા વિદ્યાર્થીનીઓને ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન વિશે તથા ગુડ ટચ બેડ ટચ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અન્ય કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા દ્વારા વિદ્યાર્થીનીઓને ૧૮૧ મહિલા હેલ્પલાઈનની એપ્લિકેશન વિશે જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર કે.બી.વિહોળ અન્ય પોલીસ સ્ટાફ, ૧૮૧ અભયમ સ્ટાફ, શી ટીમ, DHEW- ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવર્મેન્ટસ ઓફ વિમેન, OSC – સખી વન સ્ટોપ સેન્ટહર સ્ટાફ, PBSC – પોલીસ સ્ટેશન બેઈઝ્ડક સપોર્ટ સેન્ટબર, સ્કૂલ સ્ટાફ, વિદ્યાર્થીનીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે, રાજ્યની મહિલાઓ સામજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તેમજ મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્ત્વનાં પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં દર વર્ષે તા. ૦૧ થી ૦૮ ઑગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!