સુરેન્દ્રનગર જિલ્લામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મંજુલા કન્યા વિદ્યાલય ખાતે મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરાઈ

તા.03/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા ‘નારી વંદન ઉત્સવ અંતર્ગત મંજુલા કન્યા વિદ્યાલય- સુરેન્દ્રનગર ખાતે મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાની બાળાઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી આ તકે જિલ્લા મહિલા અને બાળ અધિકારી વી. એસ. શાહ દ્વારા કાર્યક્રમનો હેતુ તેમજ પ્રાસંગિક ઉદબોધન દ્વારા મહિલાલક્ષી કાયદાઓ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી દહેજ પ્રતિબંધક અધિકારી ભરતભાઈ ડાભી દ્વારા કાયદાકીય માહિતી પીઆઇ કે.બી.વિહોલ દ્વારા સાયબર ક્રાઇમ વિશે, પોલીસ વિભાગની She ટીમના કર્મચારી ધર્મિષ્ઠાબેન દ્વારા સાયબર સેફ્ટી, સોશ્યલ મીડીયા, જાહેર સ્થળ પર મહિલાઓનો સ્વબચાવ અંગેની ડેમોન્ટ્રેશન સાથે માહિતી આપવામાં આવી હતી ૧૮૧ ટીમના કાઉન્સેલર મધુબેન વાણિયા દ્વારા અભયમ મહિલા હેલ્પ લાઇન વિશે માહિતી, પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટર સુરેન્દ્રનગરનાં કાઉન્સેલર નિર્મલાબેન દ્વારા પી. બી. એસ. સી સેન્ટરની જાણકારી અપાઈ હતી કાર્યક્રમની શરૂઆત શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી શાળાના પ્રિન્સીપાલ સોનલબેન કલોતરા દ્વારા શાબ્દીક સ્વાગત તેમજ DHEW ના જિલ્લા મિશન કોર્ડીનેટર દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી.




