GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જીલ્લામાં આરોગ્યની કથળેલી સ્થિતી અંગે બેઠકમાં કાર્યકરોનો આક્રોશ

તા.28/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જીલ્લા

વઢવાણ ઘરશાળા, સુરેન્દ્રનગર ખાતે જેએસએ ઈન્ડિયા ગુજરાત આયોજીત બેઠકમાં ચુડા, ધ્રાંગધ્રા, ચોટીલા, લીમડી, થાન, વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરની બિન-સરકારી સંગઠનોના પ્રતિનીધીઓ, સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સમાજ સેવીઓ, અને સીલીકોસીસ પીડીતો એ ભાગ લઇ જીલ્લાની સરકારી આરોગ્ય સેવાઓની લઈને ચિંતન મનન કર્યું હતું બેઠકની શરૂઆતમાં પીટીઆરસી તરફથી ચિરાગભાઇએ સુરેન્દ્રનગર જિલ્લામાં કથળતી સરકારી આરોગ્ય સેવાના કારણે નાગરિકોને ભોગવવી પડતી સમસ્યાઓ વિશે વાત કરી હતી અતિ ગરીબ અને શૂન્ય આવક ધરાવતા સીલીકોસીસ દર્દીઓને જિલ્લા સીવીલમાં સારવાર નિદાન કે સર્ટિફિકેટની સેવા આપવામાં આવતી નથી તે માટે તેને રાજકોટ હોસ્પીટલ ધકેલી આપવામાં આવે છે કેટલાક દર્દીઓ નાણાંના અભાવે રાજકોટ પહોંચી શકતા નથી અને સેવાઓથી વંચીત રહેવા પામે છે સુરેન્દ્રનગરમાં 6 મહિનાથી 59 મહીના સુધીના દરેક બાળકોમાં 100 માંથી 81 બાળકોને લોહીની ઉણપ છે યુવતીઓમાં 15 થી 19 વર્ષની દરેક 100 માંથી 57 યુવતીઓ એનિમિક છે થાનના દર્શનભાઈએ જણાવ્યું કે થાન સામુહીક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સુવીધાના ઘણા પ્રશ્ન છે હોસ્પીટલમાં મચ્છરનો ઉપદ્રવ વધારે છે એટલે કે મચ્છરજન્ય રોગો થવાની સંભાવના છે કેન્દ્રમાં પુરૂષ વોર્ડ જ નથી પુરૂષ માટે ફક્ત 2 કે 3 જ બેડ છે સ્ટાફની અછતને કારણે દર્દીઓને હેરાનગતી ભોગવી પડે છે લીમડીથી આવેલ સહભાગીએ કહ્યું કે લીમડીના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાનો અભાવ છે આ અકસ્માત ઝોન હોવાથી ઘણા અકસ્માત થાય છે પરંતુ ત્યાં ઓર્થોપેડીક ડોક્ટર જ નથી. ગંભીર અકસ્માતમાં મળવી જોઈએ તે તાત્કાલિક સારવાર ન મળવાને કારણે અનેક નાગરીકો મોતને ભેટે છે રાણાગઢના વતનીએ પોતાના ગામની વ્યથા રજુ કરતાં જણાવ્યું કે અહીં ગર્ભવતી મહિલાઓને પૂરતી સારવાર નથી મળતી આવી મહિલાઓને જિલ્લા હોસ્પીટલ રીફર કરી નાખે છે જિલ્લા હોસ્પીટલ દૂર હોવાથી ગર્ભવતી મહિલાને જોખમ રહે છે ગર્ભવતી મહિલાને ડીલવરી બાદ 21 દિવસમાં મળતો લાભ દોઢ વર્ષ બાદ પણ મળ્યો ન હોય તેવા દાખલા છે તે માટે 5થી વધુ વાર રજુઆતો કરી હોવા છતાં લાભ ચુકવાતો નથી રાણાગઢના ગણેશભાઈને પોતાને એપેન્ડીક્ષનું ઓપરેશન બાદ જ્યારે ડ્રેસિંગ માટે પીએચસી જાય છે ત્યારે ત્યાંનો સ્ટાફ ડ્રેસીંગ નહિ થાય તેમ ચોખ્ખું ફરમાવી દે છે શું ડ્રેસીંગનો સામન જ નહિ આપવામાં આવતો હોય? ધ્રાંગધ્રાના મહબૂબભાઈએ રાજસ્થાનમાં સીલીકોસીસ દર્દીને જીવતે જીવત પેન્શન આપવામાં આવે છે તેમ ગુજરાત સરકાર પણ પોલિસી બનાવી સીલીકોસીસ પીડીતોને લાભ આપવા માગણી કરી હતી નવસર્જનના નટુભાઈએ જણાવ્યું કે કોટન મિલના કારખાનામાં કામ કરતાં કામદારોને પણ ફેફસાંની બીમારી જોવા મળે છે વારંવાર ટીબીની દવા લીધા બાદ પણ બીમારીમાં ફરક પડતો નથી જન સ્વાસ્થ્ય અભિયાન ઈન્ડિયા (JSA INDIA)ના સંયોજક અમૂલ્ય નીધીએ જણાવ્યું કે સીલીકોસીસ બહુ જ જૂની બીમારી છે તે ઇજીપ્તની સભ્યતા દરમ્યાન પણ કામદારોને સીલીકોસીસ થતો હતો છતાં સુરેન્દ્રનગર જિલ્લા પાસે તેના નિદાન કરી શકે તેવા ડોક્ટર નથી તે આઘાતજનક કહેવાય જિલ્લા હોસ્પીટલ, સીએચસી કે પીએચસીમાં સરકાર દ્વારા બનાવેલ નિયમોના અમલીકરણ અંગે તેમણે વાત કરી હતી.

Back to top button
error: Content is protected !!