હાલોલ- બૂટલેગરોની 31 ડીસેમ્બર બગડી,બાસ્કા ત્રણ રસ્તા પાસેથી ભૂસાની બોરીની આડમા લઈ જવાતો 41 લાખની કિમંતનો અધધધ દારુ ઝડપતી જિલ્લા એલસીબી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૧૨.૨૦૨૪
બાર દિવસ માંજ ફરી એકવાર ગોધરા એલસીબી પોલીસે ચણાની ભૂસીની આડમાં લઇ જવાતો ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો 41.85 લાખ નો જથ્થો હાલોલના બાસ્કા ત્રણ રસ્તા પાસેથી 12 લાખના વાહનો,ચણાની ભૂસી, મોબાઈલ ફોન, અંગ જડતી કરતા મળેલ રોકડ રકમ સહીત 54.52 લાખ ના મુદ્દામાલ સાથે પાંચને ઝડપી પાડયા હતા.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા એલસીબી પોલીસ ની ટીમ ગત રોજ પેટ્રોલિંગ માં હતી દરમ્યાન ખાનગીરાહે બાતમી મળી હતી કે એક આઇસર ગાડીમાં ચણાની ભૂસી ની આડમાં વિદેશી દારૂ નો જથ્થો હાલોલ થઇ વડોદરા તરફ જવાની છે અને તે ટેમ્પો નું પાઇલોટીંગ એક આઇ ટેન કરી રહી છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસ ની ટીમ હાલોલ તાલુકાના બાસ્કા ખાતે ત્રણ રસ્તા ઉપર વોચમાં હતી તે દરમ્યાન બાતમી વાળી કાર આવતા તેને રોકી કારમાં બેઠેલ ઈસમ ની પૂછપરછ કરતા તે સમયે બાતમી વાળી આઇસર ગાડી આવી તેને રોકી તપાસ કરતા ગાડીમાં ચણાની ભૂસી ની આડમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો બીયર નો જથ્થો 1000 પેટી ઓ મળી આવતા પોલીસે રૂપિયા 41,85,670/- નો દારૂ રૂપિયા 10 લાખ નો આઇસર ટેમ્પો 2 લાખ ની કાર, રૂપિયા 33000/- ની ટેમ્પોમાં ભરેલી ચણાની ભૂસી ની બોરીઓ 110 તેમજ આઇસર ટેમ્પો ચાલાક ક્લીનર તેમજ કારમાં સવાર ઇસમોના રૂપિયા 25000/- ના મોબાઈલ તેમજ તેમની અંગ જડતી કરતા મળેલ રૂપિયા 5010/- રોકડ રકમ મળી કુલ 54,52,880/- નો મુદ્દામાલ સાથે નારાયણ રામપ્રસાદ મીણા રહે ઉમેડા,તા.ખાતેગાંવ જી. દેવાસ એમપી, નેનસીંગ દુલેસીંગ પવાર રહે,કંટેલી,તા.જીરપુરા,જી રાજગઢ એમપી, દલપતભાઈ લક્ષમણભાઇ રાઠવા રહે,મીઠીબોર પટેલ ફળીયા, તા.જી. છોટાઉદેપુર, મહેશભાઈ અભેસિંગ પટેલ રહે,અંતેલા.તા દેવગઢ બારીયા,જી દાહોદ, સુનિલકુમાર ગણપતભાઈ રાઠવા રહે, દામાવાવ તા. ઘોઘમબા જી.પંચમહાલ ને ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂ નો જથ્થો મંગાવનાર અને મોકલાનર સહીત સાત ઈસમો સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.ઉલ્લેખનીય છે કે ગોધરા એલસીબી પોલીસ ની ટીમેં આથી બાર દિવસ પહેલા ચંદ્રપુરા જીઆઇડીસી વિસ્તારમાં થી 44.55 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 16 લાખના વાહનો મોબાઈલ દારૂને છુપાવવા માટે રાખેલ ચણાની ભૂકી, અને પૌવાની બોરી સહીત રૂપિયા 60 હાજર અન્ય ચીજ વસ્તુ મળી કુલ રૂપિયા 61.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તે પ્રક્રિયા હજુ પુરી થઇ નથી અને ગત મોડી રાત્રે 41.85 લાખ નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ના જથ્થા સાથે પાંચને ઝડપી પાડયા હતા જેને લઇ બુટલેગરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.








