
તા.૧૫.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવશે
દર વર્ષે 16મી મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી મચ્છરજન્ય રોગ અને તાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૫માં આ રોગની નાબૂદી માટે ” Check, Clean,Cover: Steps to defeat Dengue “. Theme for National Dengue Day – 16th May 2025 (તપાસો, સાફ કરો, ઢાંકો: ડેન્ગ્યુને હરાવવાનાં પગલાં”.)થીમ સાથે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ડેન્ગ્યુ નો તાવ પીડાદાયક છે. જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો મૃત્યું નું જોખમ પણ વધી શકે છે
સામાન્ય મચ્છરથી અલગ હોય છે ડેન્ગ્યુ ફેલાવનાર એડીસ મચ્છર ડેન્ગ્યુ માદા એડીસ એજિપ્ટી મચ્છરના કરડવાથી થાય છે. આ મચ્છરના શરીર પર ચિત્તા જેવા પટ્ટા હોય છે. ડેન્ગ્યુના મચ્છર દિવસ દરમિયાન વધુ કરડે છે. આ મચ્છરો બહુ ઊંચે ઊડી શકતા નથી. એ એવા પાણીમાં ઈંડાં મૂકે છે, જેમાં પાંદડા અને શેવાળ હોય છે. આ મચ્છર ઝીકા વાઇરસ અને પીળો તાવ પણ ફેલાવે છે
મચ્છર ની વિશેષ પ્રજાતિ એડિસ પ્રજાતિઓને કારણે ફેલાય છે આ પ્રકારના મચ્છરો ઘરમાં ખુલ્લા રહેલ સંચિત બંધિયાર પાણીમાં ઉત્પન્ન થાય છે ડેન્ગ્યુ તાવ ના લક્ષણો માં સાંધા તથા માંસપેશીઓમાં દુઃખાવો,સખત તાવ આવવાની સાથે આંખોના ડોળાની પાછળ દુઃખાવો થાય કે હાથ અને ચહેરા પર ચકામા પડે, ગભરામણ થવી,નાક, મો તેમજ પેઢા માંથી લોહી પડે તો ડેન્ગ્યુ હોઈ શકે તાત્કાલિક ડોક્ટરની સલાહ લો.આવાં લક્ષણો ને લોકો સામન્ય ગણી કાઢે છે જે લાંબા ગાળા માટે હાનિકારક બની શકે છે જેથી જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે કરીને લોકો ને સમજ આપી મચ્છર ઉત્પત્તિનાં સ્થળો શોધી પોરાનાશક કામગીરી કરવામાં આવે છે
ડેન્ગ્યુ અટકાવવા માટે આ કાળજી રાખો સૂતી વખતે મચ્છરદાની અથવા મચ્છર ભગાડનારનો ઉપયોગ કરો. ફુ



