તા.૧૦.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નાસીપુરના ડુંગરી ફળીયા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ હાયપર ટેન્શન દિવસની ઉજવણી કરાઈ
દાહોદ તાલુકાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્યમાન આરોગ્ય મંદિર, નસીરપુરના ડુંગરી ફળિયા ખાતે વિશ્વ હાયપરટેન્શન દિવસ અંતર્ગત સ્ક્રીનીંગ કામગીરી કરવામાં આવી હતી.આ દરમ્યાન ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ટીબી, લેપ્રસી, વાહકજન્ય રોગ, મેલેરીયા, ડેન્ગ્યુ રોગ અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.ચોમાસાની સીઝન શરૂ થવા જઈ રહી છે, ત્યારે આપણા ઘરની આજુબાજુમાં વરસાદી પાણી ભરાઈ ન રહે અને ટાયરો કે અન્ય સાધનમાં પાણી ભરાયેલ હોય તો તાત્કાલિક ખાલી કરવું તથા રાત્રે સુતી વખતે મચ્છર દાનીનો ઉપયોગ કરવો જેવી સમજ આપવામાં આવી હતી.આ નિમિત્તે આવેલ આરોગ્ય ટીમ થકી સગર્ભા માતાઓની પણ તપાસ કરવામાં આવી હતી તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું