અહેવાલ
અરવલ્લી : હિતેન્દ્ર પટેલ
સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. શાખા રેલ્લાવાડાના મેનેજર હાજર થયા પછી 46 દિવસથી રજા પર, બેંક 1 કર્મચારીથી ચાલી રહી છે, બેંકનો વહીવટ રામભરોસે…?
મેઘરજ તાલુકામા રાજેસ્થાન સરહદે આવેલું રેલ્લાવાડા ગામ જ્યાં મોટા ભાગના લોકોનું ખરીદીથી લઇને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ ધરાવતું ગામ છે જ્યાં બેંક સહીત સરકારી દવાખાનું સહીત એનેક વ્યવસ્થા પૂરી પાડનાર ગામ છે અને સગવડો મળી રહે તે માટે રેલ્લાવાડા ગામે લોકોની અવર જવર રહેતી હોય છે
રેલ્લાવાડા ગામે આશરે 25 જેટલાં વર્ષથી ચાલતી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. શાખા રેલ્લાવાડા ખાતે આવેલ છે જ્યાં આજના સમયે 21 જેટલી દૂધ મંડળી તેમજ મંડળીના ગ્રાહકો પગા તેમજ તમામ વહીવટ આ બેંક દ્વારા થતો હોય છે તેમજ 5 જેટલી સેવા મંડળી નો વહીવટ પણ આ બેંક દ્વારા થાય છે અને આં બેંકના 15 હજારથી વઘુ ગ્રાહકો ની લેવડ દેવડ પણ આ બેંક દ્વારા થઇ રહી છે પરંતું છેલ્લાં કેટલાંય સમયથી બેંક નો વહીવટ રામભરોસે ચાલતો હોય તેવી વાતો વહેતી થઇ છે જેમા 11 મા મહિનામાં બેંક મેનેજર બદલી થઈ હતી.બદલી થયેલા મેનેજર ની જગ્યાએ એક મહિલા મેનેજર હાજર થયાં હતાં અને મહીલા મેનેજર હાજર થયાના બીજાં દિવસથી માંદગીની રજા પર ઉતરી ગયાની માહીતી સામે આવી છે . ફરથી એક દીવસ હાજર થયાં પછી પાછા મહિલા મેનેજર રજાપર ઉતરી ગયા છે આમ મહીલા મેનેજર હાજર થયા ત્યારબાદ આજ દિન સુધી 46 દિવસ થી રજાપર હોવાની માહીતી સામે આવી છે બેંકમાં મેનેજર જરૂરિયાત ખૂબ જરુરી છે હાલ રેલ્લાવાડા બેંકમાં માત્ર એકજ કર્મચારી છે અને એક પટાવાળા તરિકે ફરજ બજાવે છે છેલ્લાં 46 દીવસથી માત્ર એક્જ કર્મચારી બેંકનો વહીવટ સંભારી રહ્યા છે હાજર થયેલ નવિન બેંક મેનેજર ની ગેરહાજરીથી બેંકના વહીવટમા મુશ્કેલીઓ અનુભવાતી હોવાથી ગ્રાહકો પણ પરેશાન છે. પરંતું હાલ તો છેલ્લાં 46 દિવસથી રજાપર ઉતરી ગયેલ બેન્ક મેનેજર કયાં કારણે રજાપર છે અને આટલા સમયની રજા કયાં આધારે મંજૂર કરાઈ એ પણ એક તપાસનો વિષય બની રહે તો પણ નવાઈ નહિ ત્યારે રેલ્લાવાડા બેન્ક શાખા ખાતે ઝડપથી મેનેજર હાજર કરવામા આવે તે જરૂરી છે. બીજી તરફ બેન્કમાં હાલ ફરજ બજાવતા કર્મચારી ની પણ બદલી થયા ની માહિતી સામે આવી છે પરંતુ મેનેજર હાજર ન થતા કર્મચારી પણ છૂટા થયેલ નથી તે વાત પણ સામે આવી હતી