GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ગૌરક્ષક ટીમે ક્રુરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા પશુઓને બચાવીને મુક્ત કરાવ્યા

MORBI:મોરબી ગૌરક્ષક ટીમે ક્રુરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા પશુઓને બચાવીને મુક્ત કરાવ્યા

 

 

 

Oplus_16908288

મોરબીના ગૌરક્ષકોએ વોચ ગોઠવીને ક્રુરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા 50 પશુઓને બચાવીને મુક્ત કરાવ્યા છે.

મળતી વિગત અનુસાર, કચ્છ તરફથી માળિયા થઈને જામનગર તરફ 50 જેટલા પશુઓ કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મોરબી વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળને મળી હતી. બાતમીના આધારે વોચ ગોઠવીને બાતમી મુજબની ગાડી નંબર GJ-12-AH-8645 નીકળતા તેને માળિયા નજીક રોકવાનો પ્રયાસ કરાયો હતો. જો કે ગાડી સ્પીડથી ભગાવતા તેનો પીછો કરીને જોડીયા વાલંભા ફાટક પાસે ગાડી રોકાવીને તેમાં તપાસ ક૨તાં 50 પાડા ક્રુરતાપૂર્વક બાંધેલા જોવા મળ્યા હતા. જે અંગે ડ્રાઈવરને પૂછપરછ ક૨તાં આ પાડા કાલાવડના નાકે કતલ ક૨વા માટે લઈ જવાતા હોવાનું જણાવ્યું હતું. જેથી આ પશુઓનો છોડાવીને રાજકોટ પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા હતા. સાથે જ ડ્રાઈવરને ઝડપીને પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને કચ્છ ગૌરક્ષક મોરબી અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાતને પોલીસનો સહયોગ મળ્યો હતો.

Oplus_16908288

Back to top button
error: Content is protected !!