
રાજપીપળા ખાતે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાશે
ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપળા, નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે આયોજિત માતૃભાષા દિવસઉજવાશે
જાણીતા સાહિત્યકાર લેખક દીપક જગતાપ અને ડૉભરત કુમાર પરમારનું માતૃભાષા વિષયક વ્યાખ્યાન યોજાશે.
રાજપીપલા : જુનેદ ખત્રી
21મી ફેબ્રુઆરીએ રાજપીપલા ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાશે. જેમાં ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપળા, નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમેશ્રી સ્વામિનારાયણ વિદ્યાલય, રાજપીપળા ખાતે સવારે 11કલાકે યોજાશે જેમાં વક્તા તરીકેજાણીતા સાહિત્ય, લેખક અને નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ લેખક દીપક જગતાપ (વિષય : માતૃભાષાનું મહત્વ, ઇતિહાસ અને સંવર્ધન )
તથા બિરસામુંડા યુનિવર્સિટી, રાજપીપળાના પ્રાધ્યાપક ડૉ. ભરતકુમાર પરમાર (વિષય : માતૃભાષાનું ગૌરવ, ભાષા સજ્જતા, જતન અને ચિંતન )વિષય ઉપર વ્યાખ્યાન આપશે.
આ પ્રસંગે ડૉ. ભાગ્યેશ જ્હાઅ ધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની પ્રેરણાથી મુખ્ય મહેમાન તરીકે ડૉ. મધુકર પાડવીવાઇસ ચાન્સેલર, બિરસામુંડા યુનિવર્સિટી, રાજપીપળા, તેમજ અતિથિ વિશેષ તરીકે સંયોજક
શ્રીમતિ જ્યોતિ જગતાપ: પ્રમુખ: જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા તથા પ. પૂ.સિધ્ધેશ્વર સ્વામિજી,ટ્રસ્ટીશ્રી સ્વામિનારાયણ વિધાલય, રાજપીપલાખાસ ઉપસ્થિત રહેશે. જેમાં વિદ્યાર્થીઓ, સાહિત્ય રસીકો માતૃભાષા પ્રત્યેક સજાગ બને,માતૃભાષાનું મહત્વ સમજે એ માટે મુખ્યમંત્રી અને અકાદમી અધ્યક્ષનું માતૃભાષા ગૌરવ અંગેનો સંદેશો લોકો સુધી પહોંચાડાશે.તેમજ મારાં હસ્તાક્ષર, મારી માતૃભાષામાં અભિયાન ચલાવાશે


