વેજલપુર ગામના કાછીયાવાડ વિસ્તારમાં આવેલ જોખમી દીવાલની અકસ્માત ની રાહ જોતું તત્ર.!

તારીખ ૨૯/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ઘૂસર રોડ ઉપર આવેલા કાછીયાવાડ વિસ્તાર માં જાહેર માર્ગ ની સાઈડ માં આવેલ ખડાયતા જ્ઞાતિ ની કમ્પાઉંડ હોલ ની દિવાલ ધરાશાય થઈ શકે તેવી સ્થિતિ માં દેખાય રહી છે અને તે દીવાલ ક્યાં સમયે ધરાશાયી થઈ શકે તેમ છે જે દીવાલ ધરાશાય થાય તો આવતા જતા ગામના રહીશો માટે જોખમ કારક સાબિત થઈ શકે તેમ છે આ દીવાલ પાસે મધ્ય ગુજરાત વીજ કંપની નો નો વીજ પોલ આવેલ છે અને આ દીવાલ ધરાશાય થઇ જાય તેવું સ્પષ્ટ દેખાઈ રહેલ છે આ દીવાલની પાછળ ના ભાગે બાવળ નું મોટું ઝાડ આવેલ છે અને એ ઝાડ પણ દીવાલ ઉપર ધરાશાય થઈ ગયેલ હોય તેમ દેખાય રહયું છે અને વીજ પોલ ને મોટું નુક્સાન થાય તો ગામનો વીજ પુરવઠો ખોરવાય અથવા આવતા જતા આવતા વાહન ચાલકો તેમજ રાહદારી ઓને મોટું નુક્સાન થાય તેવું લાગી રહયું છે અને આ દીવાલ ધરાશાય થાય તેની રાહ સ્થાનિક તંત્ર જોઈ રહ્યું હોય તેવું લાગી રહયું છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે જેથી સ્થાનિક રહીશો દ્વારા વિજ પોલ સાથે દોરી બધી તેની સાથે થેલીઓ બાંધી રાહદારીઓ ને દેખાય તે રીતે બોડર કરી કોડન કરવામાં આવેલ છે તેમ છતાં સ્થાનિક તંત્ર આંખ આડા કાન કરી રહયું છે જેથી દીવાલ ધરાસાહી થાય તે પહેલાં સ્થાનિક તંત્ર વેહલી તકે યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે.






