GUJARATMODASA

આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત,અરવલ્લી ધ્વારા ટ્રાઇબલ વિસ્તાર ભિલોડા અને મેઘરજ તાલુકામાં વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જીલ્લામાં ૧૯ જુન વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરાઇ.

આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત,અરવલ્લી ધ્વારા ટ્રાઇબલ વિસ્તાર ભિલોડા અને મેઘરજ તાલુકામાં વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જયેશ એચ.પરમારના માર્ગદર્શન અને એપેડેમિક મેડીકલ ઓફિસરની રાહબળી હેઠળ અરવલ્લી જિલ્લાના ટ્રાઇબલ વિસ્તાર ભિલોડા અને મેઘરજ તાલુકામાં તા-૧૯/૦૬/૨૦૨૫ ના રોજ “આવો અભિગમ બદલીએ, આવો સિકલસેલને દૂર કરીએ”, “Global Action, Local Impact: Empowering Communities for Effective Self Advocacy.” ની થીમ સાથે “વિશ્વ સિકલસેલ દીવસની” ઉજવણી જન-જાગૃતિ સંદેશ સાથે જીલ્લા કક્ષાનો પ્રોગ્રામ મેઘરજ તાલુકાના કસ્તુરબા ગાંધી બાલિકા વિધ્યાલય-ઢીમડા ખાતે કરવામાં આવ્યો.

8ટ્રાઇબલ વિસ્તાર ભિલોડા ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો.વિમલ ખરાડી અને મેઘરજ ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.એ.બલાત એ સંયુક્ત ટીમ બનાવી બંને તાલુકામાં કુલ ૧૮ આયુષ્યમાન આરોગ્ય મંદિર (પી.એચ.સી.) અને ૧૨૧ આયુષ્યમાન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્ર) ખાતે કુલ ૨૬૩ સિકલસેલ ડીસીસ દર્દીઓનું મેડીકલ ઓફિસરઓ દ્વારા મેડીકલ ચેકઅપ કરી અને જરૂરી લેબ ટેસ્ટ કરાવવામાં આવ્યા.

અરવલ્લી જીલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકામાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,સા.આ.કેન્દ્ર અને તાલુકાની આશ્રમ શાળાના સહયોગથી કુલ..૫૩૬..ની સંખ્યામાં યુવા વિદ્યાર્થીઓને સિકલ સેલ રોગના લક્ષણો, નિવારણ અને ઉપલબ્ધ સારવારો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આદિવાસી વિદ્યાર્થીઓમાં સિકલસેલ એનિમિયાના કેસોને ઓળખવા માટે એક સ્ક્રીનીંગ પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો હતો, જે વહેલી તપાસ અને યોગ્ય તબીબી સારવારને પ્રોત્સાહન આપે છે. આ રોગ વિશે જાગૃતિ લાવવા અને શીખવા માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવતા વિદ્યાર્થીઓએ ઇવેન્ટમાં સક્રિયપણે ભાગ લીધો હતો.આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત, અરવલ્લી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરી સિકલસેલ રોગથી અસરગ્રસ્ત વ્યક્તિઓને મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું. જેમાં ભિલોડા અને મેઘરજ તાલુકાના સિકલસેલ એનિમિયાના કંટ્રોલ પ્રોગ્રામના કાઉન્સેલરો તથા ભિલોડા અને મેઘરજ તાલુકાના તમામ આરોગ્યનો સ્ટાફ અને એસબીસીસી ટીમ હાજર રહી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!