જી. ડી. મોદી કોલેજ ઑફ આર્ટ્સ પાલનપુર ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી
12 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસના હ્યુમેનિસ્ટ યુથ ફોરમ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર,જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માં ફાઉન્ડેશનના ઉવેશભાઈ કલંદર અને કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પાલનપુરના જાણીતા લેખક, મનોચિકિત્સક ડૉ. પ્રવિણ પટેલ અને ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડૉ.ધ્રુવ ગુપ્તા હાજર રહ્યા હતા. બને વક્તાઓએ આત્મહત્યા કરવા માટે મજબૂર કરતાં પરિબળો અને તેની સામે કેવા પ્રકારની જાગૃતિ કેળવવા શાળા, કોલેજ અને સમુદાયમાં અવેરનેસ આવવી જોઈએ તેના પર વાત કરી હતી. ડૉ.ધ્રુવ ગુપ્તા ગુપ્તાએ યુવાનોમાં કોલેજ કાળમાં જોવા મળતા માનસિક તણાવ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે બધી સમસ્યાઓનું સમાધાન વાતચીત છે તમારે દિલ ખોલીને પોતાની વાત રજૂ કરી શકાય તેવા મિત્રો અને પરિવાર જનોને આ સમસ્યાઓ અને મૂંઝવણો જણાવવી જોઈએ. આ પ્રસંગે જયેશ ભાઈ સોની દ્વારા તેમના દ્વારા ચલાવવામાં આવતી સેવા હેલ્પ લાઈન “જિંદગી ના મિલેગી દોબારા” વિશે જાણકારી આપવામાં આવી અને કોઈને સમસ્યાઓ હોય તો નિઃસંકોચ પણે નંબર પર ફોન કરી વાત કરી શકે છે તેવી જાહેરાત કરવામાં આવી. કોલેજના આચાર્ય સુશ્રી રાધાબેન પટેલ કાર્યક્રમને અનુરૂપ સંબોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કોલેજના વાઇસ પ્રિન્સિપાલ ડૉ. મિહિર દવેનું માં ફાઉન્ડેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આખા કાર્યક્રમનું સંચાલન કિંજલ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે ધવલ ગૌસ્વામી દ્વારા આવેલ જનસેવા ગ્રૂપ અને જીંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન ના સરવે મેમ્બર અને વિધાર્થી શ્રોતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના સફળ સંચાલન પાછળ ફોરમના વિક્રમભાઈ વજીર અને અન્ય સભ્યો હિમાની, આર્યન, રફીફ, હિમાંશુ,સપના,બંસરી, સ્મિથ, દેવાંગ, હમઝા વગેરેનો સક્રિય ફાળો રહ્યો હતો.