ઓનલાઈન રજીસ્ટર્ડ થયેલ સિનીયર સિટીઝન કપલ ની વેજલપુર પોલીસ ની શી ટીમ દ્વારા મુલાકાત લઈ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી.

તારીખ ૨૦/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશન ના પી આઈ એમ બી ગઢવી ના માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તાર ના સિનીયર સિટીઝન કપલ તરીકે ઓનલાઈન રજીસ્ટર્ડ થયેલ કપલ ની દિવાળી ના તેહવાર ને લઈને શી ટીમ ના હેડ કોન્સ્ટેબલ મેનકાબેન તથા કૈલાસબેન દ્વારા ગીતાબેન અને મહેન્દ્ર કંચનલાલ સૉની ની દિવાળી ના તહેવારો ને અનુલક્ષીને શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ગીતાબેન મહેન્દ્ર સોની ઉ:વ:67તથા મહેન્દ્ર કંચનલાલ સૉની,ઉ:વ:72 જેઓ પંચમહાલ જીલ્લા ના કાલોલ તાલુકાના વેજલપુર સિનીયર સિટીઝન કપલ તરીકે વેજલપુર પોલીસમથકે શી ટીમ દ્વારા ઑનલાઇન રજીસ્ટર્ડ નંબર 241128910921થી રજીસ્ટર્ડ થી નોધણી થયેલ કપલ ની નિયમીત કાળજી શી ટીમ તથા વેજલપુર પોલીસમથક દ્વારા લેવામાં આવે છે અને દિવાળી ના તેહવાર ઉપર તેઓની શુભેચ્છા મુલાકાત લઈ ને દિવાળી ની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી જેથી ગીતાબેન અને મહેન્દ્ર કંચનલાલ સૉની દ્વારા વેજલપુર પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો.





