યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા તાલુકાના આરોગ્ય કેન્દ્રો દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી જનજાગૃતિ રેલી દ્વારા કરાઈ
વ્યસન છોડવા માટે લોકોમાં જાગૃતતા આવે અને અસરકારક રીતે લોકોને માહિતી પુરી પાડી શકાય તેવા ઉમદા હેતુ સાથે આ વર્ષની થીમ તમાકુ અને નિકોટીન ઉત્પાદનો પર ઉધોગની યુક્તિઓનો ખુલાસો પર રાજુલા તાલુકાના આરોગ્ય કેન્દ્રો દ્વારા ૩૧ મી મે ના રોજ રેલી થકી ઉજવણી કરી લોકોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.જયારે ૬૦૦ ઉપરાંત આરોગ્ય સ્ટાફ & લોકો દ્વારા તમાકુ નિષેધ સંકલ્પ લેવામા આવ્યો હતો.
તમાકુના સેવનથી શરીર પરની હાનિકારક અસરોને અવગત કરવા અને લોકોને તમાકુ મુક્તિ માટે પ્રેરણા આપવાના ઉદેશ સાથે તાલુકા હેલ્થ ઓફિસ રાજુલા તળેના ડુંગર,ભેરાઈ,ખેરા અને અર્બન રાજુલા સહિતના આરોગ્ય કેન્દ્રો ખાતે રેલીનુ આયોજન કરી લોકોને બીડી,સિગારેટ,માવો,બજર અને દારૂ જેવા વ્યસનોથી દૂર રહેવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા સહિતના આરોગ્ય સ્ટાફ દ્વારા સલાહ આપી હતી તેમજ અન્ય લોકોને પણ વ્યસન છોડવા માટે માહિતગાર કરવા માટે જણાવ્યુ હતુ.
ઈ.એમ.ઓ. ડૉ.એ.કે.સિંઘના જણાવ્યા અનુસાર તમાકુની આદત છોડવી મુશ્કેલ બાબત નથી.કોઈ પણ વ્યક્તિ યોગ્ય ઉપચારો અને અભિગમપૂર્વક વળગીને વ્યસનને છોડાવવા માટે ધૈર્યની સાથે ઈચ્છાશક્તિ રાખે તો તમાકુનુ વ્યસન છોડી શકે છે.આ માટે જીલ્લા કક્ષાએ ટોબેકો કાઉન્સેલર રિયાજભાઈ મોગલ અને સોશ્યલ વર્કર નરેશભાઈ જેઠવા દ્વારા તમાકુ મુક્તિ માટે ટોબેકો ડ્રાઈવ,યુ ટ્યુબ જેવા સોશ્યલ મીડિયા દ્વારા પ્રસાર-પ્રચાર અને વર્કશોપ દ્વારા સતત સારી કામગીરી કરાઈ રહી છે જેની નોંધ રાજય કક્ષાએ પણ લેવાઈ હોવાનુ યાદીમા જણાવેલ છે.