BHACHAUGUJARATKUTCH

ભચાઉ મધ્યે વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા૨૫ માર્ચ : સી.એચ.સી.ભચાઉ અને મેરા યુવા ભારત – ભુજના સંયુકત ઉપક્રમે ભચાઉ સી.એચ.સી. મધ્યે વિશ્વ ક્ષય દિવસની ઉજવણીકરવામાં આવી હતી.જેમાં 7 ટી.બી. ફ્રી પંચાયતના સરપંચશ્રીઓને તાલુકા હેલ્થ ઓફિસર ડો.રોહિત ભીલ,સી.એચ.સી.અધિક્ષક ડો.કે.કુમાર દ્વારા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ખાનગી ડોક્ટર દ્વારા ગત વર્ષમાં પ્રથમ 3 ક્રમ પ્રમાણે ડીડક્શન આપનાર ડો. નિખિલેશ પટેલ (વાગડ હોસ્પિટલ),ડો. દુર્ગેસ પટેલ (સામખીયારી),ડો .અભિષેક ઠક્કર (આરોગ્યમ)ને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.તે ઉપરાંત તમામ કેડરની સર્વશ્રેષ્ઠ કામગીરીના ભાગ રૂપે સી.એચ.ઓ.પાર્થ પટેલ અને કુલદીપશીંગ,આરોગ્ય કાર્યકર -હિતેશ ટાંક, એલ.ટી.-પ્રિયંકાબેન, મનફરા,આશા-ભાવનાબેન, કકરવા,એલ.ટી. સી.એચ.સી – ઝાહિરભાઈ બાડી,પ્રદીપભાઈ પટેલ, એકસ-રે ટેક્નિશિયન – અનિલભાઈ ચાવડાને તાલુકા હેલ્થ ઓફિસર, અધિક્ષકશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રસંગોચિત વક્તવ્ય ડો .કુમાર, ડો. રોહિત, ડો. નિખિલેષ અને ડો.પાર્થ ભટ્ટ, ડો.જાડેજા દ્વારા આપવામાં આવ્યું હતું. ટી.બી.ને લગતી માહિતી તેમજ જનભાગીદારીના મહત્વ વિષે સમજ આપવામાં આવી હતી. નિક્ષય મિત્ર બની રાશન કીટના દાતા ખેતશીભાઇ મારૂ, રઘુભા વાઘેલાનું સન્માન કરવામાં આવ્યું હતું. ટી.બી.ના જરૂરતમંદ દર્દીઓને રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા પ્રેમભાઈ પંડ્યા,

નિલેશભાઈ, કાઉન્સેલર દિશા સુથાર, પ્રદીપભાઈ, ઝાહિરભાઈ, રાજુભાઈ પટેલ, કૌશિક સુતરીયાએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!