GUJARATKUTCHMUNDRA

મૈત્રીસાર્થ મુન્દ્રા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુંદરા,તા.8 માર્ચ : મહિલા દિવસની ઉજવણી પ્રસંગે ગુરુકુલ એકેડેમીના ચીફ હેડ આરતીબેન ગુપ્તાએ પોતાના વક્તવ્યમાં અધ્યાત્મની સાથે સશક્તિકરણ પર પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.  મુખ્ય અતિથિ નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન જોશીએ પોતાના ઉદબોધનમાં દરેક સ્ત્રીઓએ પોતાના કર્મપથ પર મક્કમ રહી સશકત બનવા પર ભાર મૂક્યો હતો.  ભારતીબેન નિર્મલ, કાઉન્સિલર ચંદ્રિકાબેન પાટીદાર, કવયિત્રી ડૉ. સંગીતાબેન પાલ, ડૉ.જાનવીબેન ઓઝાની પ્રેરક ઉપસ્થતિમાં મુન્દ્રા નગરના વિવિધ સંગઠનો તેમજ દરેક સમાજના મહિલા આગેવાનો જોડાયા હતા. મૈત્રીસાર્થ ફાઉન્ડર અને નગરપાલિકા સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન ઊર્મિલાબેન ગઢવી દ્વારા નગરના દરેક મહિલા સંગઠનોએ એક મંચ પર જોડાઈ સામાજીક સેવા પ્રવૃત્તિઓ માટે સામેલ થવા અપીલ કરાઈ હતી.  કાર્યક્રમનું સંચાલન જાગૃતિબેન જોશી અને આભારવિધિ હર્ષાબેન ખત્રી દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા મૈત્રીસાર્થના તમામ બહેનો સહયોગી રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!