હાલોલ:ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૬.૨૦૨૫
વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી ખાતે આજે શનિવારે સવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમા કાર્યક્રમની શરૂઆત આચાર્ય ડો પ્રભુ નાયકાજીના સ્વાગત ભાષણ અને દિવ્ય દીપપ્રાગટ્ય સાથે થઈ હતી અને કાર્યક્રમના અધ્યક્ષ પદે કુલપતિ ડૉ.સી. કે. ટીંબડિયાજીએ ઉદ્ઘાટન કર્યું હતું અને મુખ્ય અતિથિ તરીકે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ ક્રાયક્રમ દરમ્યાન વિશિષ્ટ વ્યાખ્યાન ડૉ.રોશની મિસ્ત્રીએ આધુનિક અને આયુર્વેદીક દ્રષ્ટિકોણ રજૂ થયો હતો અને તેમની ટીમે યોગ જેમાં આસન, પ્રાણાયામ અને ધ્યાનના તત્વોને સમજાવાયા હતા આ પ્રસંગે ડૉ.વી.પી. ઉસડડિયા ડિરેક્ટર, રિસર્ચ, ડી.સી.એફ.વિનોદ ડામોર ,ટી.ડી.ઓ.એમ.ડી. દેસાઈ, કજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર,હાલોલ તાલુકા પ્રમુખ કનુભાઈ,હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ,ઉપપ્રમુખ ડૉ.સંજયપટેલ હાલોલ ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ,ડૉ.રશ્મિકાંત ગુર્જર ડિરેક્ટર, એક્સ્ટેન્શન અને અન્ય જીલ્લા, તાલુકા અને વન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા.વિશિષ્ટ મહેમાનો દ્વારા યોગ શિબિરમાં સહભાગી બિનશૈક્ષણિક કર્મચારી,વિદ્યાર્થી અને અધિકારીઓને પ્રમાણપત્રો અપાયા હતા.જ્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતાના “યોગઃ કર્મસુ કૌશલમ્” અને પતંજલિ યોગસૂત્રના “યોગશ્ચિત્તવૃત્તિ નિરોધઃ”ની અર્થપૂર્ણ સમજ સાથે કાર્યક્રમમાં યોગને માત્ર કસરત નહિ પણ જીવનશૈલી તરીકે સ્વીકારવાની ભાવભીની જાગૃતિ ફેલાઈ.યોગ એ તન અને મનની એકતા,આત્માની આત્મસાધના અને પરમાત્મા સાથેના જોડાણનો માર્ગ છે. યોગ એ જીવન માટે શ્રેષ્ઠ દઈવીક ભેટ છે.ડૉ.રશ્મિકાંત ગુર્જર દ્વારા આભારવિધી કરવામાં આવી હતી.જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંકલન રાજુ એમ ઠક્કર અને અમીતભાઈ તથા યુનિવર્સિટીના શિક્ષક-કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક સંચાલિત થયું હતું.



